- રાજકોટ ડેરીની 61મી સામાન્ય સભા મળી
- વાર્ષિક ટર્નઓવર રૂ. 843 કરોડનું થયું
- રાજકોટ ડેરી સાથે હાલમાં 912 દૂધ મંડળીઓ કાર્યરત
- હાલમાં 912 દૂધ મંડળીઓ કાર્યરત જોડાયેલા છે
રાજકોટ: રાજકોટ ડેરીને સૌરાષ્ટ્રની સૌથી મોટી સહકારી ડેરી માનવામાં આવે છે. રાજકોટ ડેરી સાથે હાલમાં અંદાજીત 912 જેટલી દૂધ મંડળીઓ જોડાયેલી છે, જેમાં 50 હજારથી વધુ દૂધ ઉત્પાદકોનો પણ સમાવેશ થાય છે. રાજકોટ ડેરી દ્વારા દર વર્ષે ડેરીની વાર્ષિક સામાન્ય સભા ડેરીમાં તમામ હોદેદારો અને સભ્યોની સાથે યોજાય છે, જે દરમિયાન ડેરી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલા કાર્ય, નફા-નુકસાન, દૂધ ઉત્પાદન, પશુપાલકો અને મંડળીઓ માટે લેવામાં આવેલા નિર્ણય આ તમામ બાબતોનો હિસાબ જાહેરમાં જ આપવામાં આવે છે. ત્યારે રાજકોટ ડેરીની 61મી સામાન્ય સભા મળી હતી.
ગત વર્ષનું ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 843 કરોડ
તાજેતરમાં જ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં વાર્ષિક ટર્નઓવર રૂ. 843 કરોડનું થયું હોવાના આંકડા સામે આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ 8.59 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020-21નો ચોખ્ખો નફો 9.61 કરોડ રૂપિયાનો થયો છે. જ્યારે આ સભામાં દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંઘ અને ફેડરેશનના સંયુક્ત પશુ સંવર્ધન, સારવાર અને માવજત કાર્યક્રમોમાં વાર્ષિક રૂ.3.84 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો.
ડેરી સાથે 900થી વધુ દૂધ મંડળીઓ કાર્યરત