રાજકોટઃ જિલ્લામાં ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. ક્રાઇમબ્રાન્ચે રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ અને ચીજ વસ્તુઓની ચોરી કરતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમની પૂછપરછ કરતા 22 જેટલા અલગ અલગ ગુનાઓની આ ઈસમોએ કબૂલાત કરી છે.
રાજકોટ ક્રાઇમબ્રાન્ચે 22 જેટલા ગુનાઓ આચરનાર ઇસમોની કરી ધરપકડ - ETV BHARAT
રાજકોટ ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. ક્રાઇમબ્રાન્ચે રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ અને ચીજ વસ્તુઓની ચોરી કરતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમની પૂછપરછ કરતા 22 જેટલા અલગ અલગ ગુનાઓની આ ઈસમોએ કબૂલાત કરી છે.
આ ઈસમો મોટાભાગે રાત્રીના સમયે ફાર્મહાઉસ, ઘર, દુકાનો, કારખાનામાં ચીજ-વસ્તુઓની ચોરી અને શેરીમાં પાર્ક કરેલા વાહનોની ઉઠાંતરી કરતા હતા. જેમને રાજકોટ ક્રાઈમબ્રાન્ચે બાતમીના આધારે જિલ્લાના ભાવનગર રોડ પર આવેલા થોરાળાના રામનગરમાંથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ ઇસમોમાં મોહસીનશાહ ઉર્ફ આશિફ રાઠોડ, જહાંગીરશા રાઠોડ, શાહરૂખ શામદાર, મિતુલ પરમાર નામના ઇસમોનો સમાવેશ થાય છે. ક્રાઈમબ્રાન્ચે ઈસમો પાસેથી અલગ અલગ ચોરીના રૂપિયા 1,41,100નો મુદ્દામાલ પણ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.