રાજકોટ ક્રાઈમબ્રાન્ચે વિદેશી દારૂનો આખો ટ્રક ઝડપી પાડયો છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે માર્કેટિંગ યાર્ડ નજીકથી પસાર થઈ રહેલા એક ટ્રક રોકતા તેમાં તપાસ દરમિયાન વિદેશી દારૂની કુલ 351 જેટલી પેટીઓ મળી આવી હતી.
રાજકોટમાંથી 31st પહેલા લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો - રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ
રાજકોટ: 31stને લઈ ગુજરાતમાં દારૂની હેરફેર વધી રહી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 15.76 લાખના દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાનના હનુમાનરામ જાટ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકની અંદર તપાસ કરતા 4,212 દારૂની બોટલ મળી આવી હતી.
ક્રાઈમબ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય ઈસમો ફરાર છે. ઝડપાયેલા આરોપીનું નામ હનુમાનરાવ વિરમારાવ છે. તેમજ તે રાજસ્થાનનો વતની છે. જ્યારે ફિરોઝ હાસનભાઈ મેરુ નામના રાજકોટના આરોપીનું નામ પણ આવ્યું છે.
ક્રાઈમબ્રાન્ચે અલગ અલગ બ્રાન્ડની કુલ 4,212 વિદેશી દારૂની બોટલો કબ્જે કરી છે. જેની કીંમત 15.76 લાખ રૂપિયા છે. ક્રાઈમબ્રાન્ચે વિદેશી દારૂની બોટલો અને ટ્રક મળીને કુલ રૂ.22,77,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ 31 ડિસેમ્બર નજીક છે. ત્યારે રાજકોટમાંથી મોટાપ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો એક બાદ એક મળી રહ્યો છે. જેને લઈને ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ હોવાનું ફરી એક વખત સાબિત થયું છે.