ગુજરાત

gujarat

ETV Bharat / city

મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં તોડફોડ કેસમાં 18 વર્ષે કોર્ટનો ચૂકાદો, તમામ આરોપી નિર્દોષ જાહેર - indranil rajguru

રાજકોટમાં વર્ષ 2004માં મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં થયેલી તોડફોડ કેસમાં (municipal commissioner office vandalism) કોર્ટે 13 લોકોને નિર્દોષ છોડી મૂક્યા (Rajkot Court Acquitted accused) છે. આ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે આ 13માંથી ત્રણ વ્યક્તિના મૃત્યુ થઈ ગયા છે.

મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં તોડફોડ કેસમાં 18 વર્ષે કોર્ટનો ચૂકાદો, તમામ આરોપી નિર્દોષ જાહેર
મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં તોડફોડ કેસમાં 18 વર્ષે કોર્ટનો ચૂકાદો, તમામ આરોપી નિર્દોષ જાહેર

By

Published : Sep 21, 2022, 12:22 PM IST

રાજકોટશહેરમાં વર્ષ 2004માં મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં પાણી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તે સમયે આ ઓફિસમાં તોડફોડ (municipal commissioner office vandalism) થઈ હતી. ત્યારે આ મામલે 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે, કોર્ટે હવે આ કેસમાં 13 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.

13 લોકો સામે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ

કેસની વિગતશહેરમાં વર્ષ 2004માં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર (rajkot municipal commissioner office) મુકેશ કુમારની ઓફિસમાં રાજનેતાઓ સાથે લોકો પણ પાણીની રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન અહીં તોડફોડની (municipal commissioner office vandalism) ઘટના થઈ હતી. ત્યારે આ કેસ કોર્ટમાં ચાલતો હતો. તો હવે 18 વર્ષે કોર્ટે (Rajkot Court Acquitted accused) આ કેસના 13 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

18 વર્ષથી ચાલતો હતો કેસ

3 આરોપી મૃત્યુ પામ્યા રાજકોટના વિજિલન્સ ડિપાર્ટમેન્ટના (Rajkot Vigilance Department) PI જાડેજાએ આ બાબતે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (rajkot a division police station) 13 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટ કાર્યવાહી શરૂ થઈ હતી. ત્યારે 18 વર્ષ બાદ કોર્ટે આરોપી ઈન્દ્રનિલ રાજ્યગુરુ (indranil rajguru), જસવંતસિંહ ભટ્ટી અને નીતિન નથવાણી સહિત અન્ય 10 આરોપીઓને નિર્દોષ છોડી (Rajkot Court Acquitted accused) દીધા છે. તો આ કેસના 3 આરોપીઓના મૃત્યુ થઈ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details