રાજકોટઃ રાજકોટમાં ત્રીજી લહેર (Third Wave in Rajkot)ની શરૂઆતમાં જ 30 જેટલા ડોક્ટર (Rajkot Corona Infect Doctors) અને 25 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
ત્રણ દિવસથી 100ની આસપાસ કેસ
રાજકોટમાં હાલ છેલ્લા બે ત્રણ દિવસથી 100ની આસપાસ કોરોના પોઝિટિવ (Corona positive in Rajkot) કેસ નોંધાઇ રહ્યા છે. હવે 30 જેટલા ડોક્ટરો કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ 30માંથી મોટાભાગના ડોક્ટરો પોતાના ઘરે જ હોમ ક્વોરંટાઇન છે. જ્યારે 5 જેટલા ડોક્ટરોને તાવનું પ્રમાણ વધુ હોવાથી તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. માત્ર બે ત્રણ દિવસની અંદર જ આ 30 જેટલા ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે.
5 ડોક્ટરોના ફિવરનું પ્રમાણ વધુ
રાજકોટમાં 30 જેટલા ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામ ડોક્ટરો ખાનગી અને કોર્પોરેટ જેવી હોસ્પિટલો સાથે સંકળાયેલા છે. જ્યારે 25 જેટલા નર્સિંગ સ્ટાફ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 5 જેટલા ડોક્ટરોને ફિવરનું પ્રમાણ વધુ હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બાકીના તમામ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હોમ ક્વોરાંટાઇન છે. આ વાતના રાજકોટ IMA પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ પુષ્ટિ કરી છે.