ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ કોંગ્રેસ વિરોધ સ્વરુપે નવા એસી આપવા પહોંચ્યાં, રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રે શું કર્યું જૂઓ - રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં એર કન્ડિશનર મશીનો બંધ છે. જેને લઈને દર્દીઓ અને તેમના સગાં પરેશાન છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ નવા એસી આપવા પહોંચી ગઇ હતી. જો કે હોસ્પિટલ તંત્ર દ્વારા આ એસીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. Rajkot Congress Protest , Rajkot Civil Hospital , Rajkot Civil Hospital Emergency Ward AC Problem

રાજકોટ કોંગ્રેસ વિરોધ સ્વરુપે નવા એસી આપવા પહોંચ્યાં, રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રે શું કર્યું જૂઓ
રાજકોટ કોંગ્રેસ વિરોધ સ્વરુપે નવા એસી આપવા પહોંચ્યાં, રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રે શું કર્યું જૂઓ

By

Published : Sep 1, 2022, 8:23 PM IST

Updated : Sep 2, 2022, 2:26 PM IST

રાજકોટ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં અનેક વખત એસી બંધ થયાની ઘટના બની છે. જેમાં ઇમરજન્સી વોર્ડ 5 અને 6 ના એસી છે જેમાં મોટાભાગના એસી બંધ (Rajkot Civil Hospital Emergency Ward AC Problem ) છે. જેને લઈને અહી સારવાર અર્થે આવતા દર્દીઓ ઘરેથી પંખા લઇ આવે છે. તો અમુક દર્દીઓએ ભાડે પંખા લીધા છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલના તંત્રના પેટનું પાણી હલતું નથી. બીજી તરફ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital )ના સુપરિટેન્ડેન્ટની ચેમ્બરમાં ત્રણત્રણ એસી છે જે ત્રણેય ચાલુ કન્ડિશનમાં છે.

કોંગ્રેસનો નવું એસી આપવા સિવિલ હોસ્પિટલ પહોંચીને આશ્ચર્યજનક કાર્યક્રમ

કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો આ પહેલાં પણ સાંસદ મોહન કુંડારિયાને રજૂઆત કરી હતી પણ પરિણામ શૂન્ય રહ્યું છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા નવું એસી આપવા સિવિલ હોસ્પિટલ પહોંચીને આશ્ચર્યજનક કાર્યક્રમ (Rajkot Congress Protest )આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હજુ જરૂર પડશે તો વધુ એસી આપવામાં આવશે. જો કે દર્દીઓની સુવિધા વધારવા અને જરૂરિયાત પૂર્ણ કરવા માટે લાવેલા આ એસીને સિવિલ તંત્ર દ્વારા સ્વીકારવામાં આવ્યા નથી.

આ પણ વાંચો Skin Bank In Rajkot: સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક રાજકોટમાં શરૂ થશે, તૈયારીઓ શરૂ

પાંચે એસી રીપેર કરાવવા તૈયાર બતાવી આ અંગે કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું કે ઈમરજન્સી વોર્ડમાં એક જ એસી ચાલુ છે ત્યારે દર્દીઓની માથે તેમના સગાઓ છાપાં પસ્તીથી પવન નાખતા હતાં. ત્યારે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ દ્વારા એક નવું એસી લઇને આવ્યાં હતાં અને રિપેરિંગવાળાને પણ સાથે (Rajkot Congress Give New AC) લાવ્યાં હતાં. તેઓ પાંચે પાંચ એસી રિપેરિંગ કરી નવું એસી પણ ફીટ કરવાના છે તેવું કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો Seasonal Epidemic in Rajkot : રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બિમારીઓના આંકડાઓ ચોકાવનારો

તંત્ર પર દોષારોપણ કર્યું ખાસ કરીને કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે ડીનની ઓફિસમાં ત્રણત્રણ એ.સી. હોય અને દર્દીઓ માટે એક પણ એસી ચાલુ ન હોય ત્યારે તે પોતાની સવલતો જ જોવે છે. દર્દીઓ ઓક્સિજન કે વેન્ટિલેટર પર હોય તો તેને ખરેખર એસીની જરૂર હોય છે. નાના માણસો પાસે ખાનગી હોસ્પિટલમાં જવાના પૈસા ન હોય ત્યારે આ દર્દીઓ અહીં સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યાં અહી પણ સુવિધાનો અભાવ હોય અથવા તો સુવિધા પૂરી પાડવામાં રસ ન હોય તેવું જણાઈ આવ્યું છે.

શું કહે છે દર્દીઓ આ અંગે એક દર્દીના સગાએ જણાવ્યું હતું કે તેઓ કાલે સાંજના એડમિટ થયા છે જેમાં એસીની ખબર નથી કે ક્યારના બંધ છે. તો બીજા એક દર્દીના સગાએ જણાવ્યું હતું કે તેમના પિતાને દાખલ કર્યા છે પરંતુ એસી બંધ હોવાથી બહુ જ ગરમી થાય છે એટલે તેઓ પોતાના ઘરેથી જ પંખો લઇ આવ્યાં છે. હાલ બે દિવસથી તેમના પિતા દાખલ છે.

Last Updated : Sep 2, 2022, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details