ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ગ્રેટ ગોલ્ડન સર્કસ પર કલેક્ટર તંત્રના દરોડા - rajkot news today

રાજકોટઃ શહેરમાં ગ્રેટ ગોલ્ડન સર્કસ પર કલેક્ટર તંત્રએ ફોરેસ્ટ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. કલેક્ટર તંત્રને જીવદયા પ્રેમી દ્વારા અરજી આપવામાં આવી હતી કે સર્કસમાં પશુ પક્ષીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. જેને લઈને ગ્રેટ ગોલ્ડન સર્કસ પર અધિક કલેક્ટર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. દરોડા દરમિયાન ફોરેસ્ટ વિભાગે સર્કસના પશુ પક્ષીઓને કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગ્રેટ ગોલ્ડન સર્કસ

By

Published : Aug 8, 2019, 4:50 AM IST

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી ગ્રેટ ગોલ્ડન સર્કસ ચાલી રહ્યું છે. ત્યારે આ સર્કસમાં પશુ પક્ષીઓનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાની રાજકોટ કલેક્ટર તંત્રને અરજી મળી હતી. જેને લઈને કલેક્ટર તંત્રએ ફોરેસ્ટ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. તેમજ દરોડા દરમિયાન ગ્રેટ ગોલ્ડન સર્કસ માંથી ઘણા પશુ પક્ષીઓ પણ મળી આવ્યા હતાં. તેમજ સર્કસ પાસે પરફોર્મન્સ સર્ટીફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે સર્કસ દ્વારા અબોલ પશુ પક્ષીઓનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

પશુ પક્ષીઓનો ગેરકાયદેસર ઉપયોગ

ABOUT THE AUTHOR

...view details