ગુજરાત

gujarat

ETV Bharat / city

કોડીનારની કોરોના પોઝિટિવ સગર્ભા માટે રાજકોટના કલેક્ટરે અડધી રાત્રે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરાવી - બેડની વ્યવસ્થા

રાજકોટમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોનાના દર્દીઓને સિવિલ અને ખાનગી હોસ્પિટલ્સમાં પણ બેડ મળવો મુશ્કેલ બની ગયો છે. આવા સમયમાં કોડીનારની સગર્ભા મહિલાને રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને અડધી રાત્રે બેડની વ્યવસ્થા કરી આપી હતી. સગર્ભા હોવાની સાથે સાથે આ મહિલા કોરોના પોઝિટિવ પણ હતી.

કોડીનારની કોરોના પોઝિટિવ સગર્ભા માટે રાજકોટના કલેક્ટરે અડધી રાત્રે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરાવી
કોડીનારની કોરોના પોઝિટિવ સગર્ભા માટે રાજકોટના કલેક્ટરે અડધી રાત્રે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરાવી

By

Published : Apr 27, 2021, 11:39 AM IST

  • રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ
  • કલેક્ટરે અડધી રાત્રે સગર્ભા મહિલા માટે બેડની કરી વ્યવસ્થા
  • કોડીનારની સગર્ભા મહિલા ઠેર ઠેર બેડ માટે ફરી રહી હતી

રાજકોટઃ રાજકોટમાં કોરોનાના કેસ દરરોજ 500થી વધુ આવી રહ્યા છે. ત્યારે સિવિલ અને ખાનગી હોસ્પિટલ્સમાં બેડ મળવા પણ મુશ્કેલ છે. આવા સમયે કોડીનારની સગર્ભા મહિલા હોસ્પિટલમાં બેડ મેળવવા અનેક હોસ્પિટલ્સના ચક્કર લગાવી રહી હતી. તેવામાં રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને અડધી રાત્રે બેડની વ્યવસ્થા કરી આપી હતી. આ મહિલા સગર્ભા હોવાની સાથે કોરોના પોઝિટિવ હતી ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની કેટલીક મર્યાદાના કારણે તેને રાજકોટમાં રિફર કરવામાં આવી હતી. આ અંગેની માહિતી જિલ્લા કલેક્ટરને મળતા અડધી રાત્રે જ સગર્ભાને બેડની વ્યવસ્થા કરી આપી હતી. તેમજ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં જ સગર્ભાની સફળ ડિલીવરી પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃરાજકોટમાં હોમ આઈસોલેશનવાળા દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલે મહિલાને રાજકોટ રિફર કરી હતી

આ અંગે મળતી માહિતી અનુસાર, કોડીનારના પ્રિયંકા બારડ સગર્ભા હતા તેમજ તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ હતો. ઈન્ફેક્શન વધારે હોવાથી તેમને ઓક્સિજનની પણ જરૂરિયાત હતી. આથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ જૂનાગઢ સિવિલ હોસ્પિટલે સગર્ભાને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરી હતી. રાજકોટમાં બેડની અછત વચ્ચે સગર્ભાને કેવી રીતે સારવાર આપવી તે અંગે મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ આ વાત જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા તેમના દ્વારા સગર્ભા માટે તાત્કાલિક બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃભાવનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન, બેડ અને વેન્ટિલેટરની કરી માગ

હોસ્પિટલમાં દાખલ થયા બાદ સગર્ભાએ એક બાળકીને જન્મ આપ્યો

હોસ્પિટલમાં દાખલ થતા સગર્ભાએ એક બાળકીને પણ જન્મ આપ્યો છે. હાલ બાળકી અને માતાની તબિયત સારી છે. તેમજ આ બાળકીનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કોડીનારની કોરોના પોઝિટિવ સગર્ભાને રાજકોટ કલેક્ટરે અડધી રાત્રે બેડની વ્યવસ્થા કરાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details