- રાજ્યમાં કોરોનાનો હાહાકાર
- હોસ્પિટલમાં બેડની અછત થતા એમ્બ્યુલન્સમાં સારવાર લેવા માટે મજબૂર દર્દી
- રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર જોવા મળી એમ્બ્યુલન્સની લાંબી લાઇન
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. એવામાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓની સારવાર માટે બેડની પણ અછત સર્જાઈ છે. જેને લઈને તંત્ર દ્વારા હવે દર્દીઓની સારવાર એમ્યુલન્સમાં જ શરૂ કરવામાં આવી છે. આવી જ ઘટના રાજકોટમાં જોવા મળી હતી. છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાની સારવાર લઈ રહેલા દિનકરભાઈ રાઠીની તબિયત વધુ બગડતા તેમને સિવિલ હોસ્પિટલમાં એમ્યુલન્સમાં લઈને આવ્યા હતા પરંતુ અહીં પણ એમ્યુલન્સની લાંબી કતાર જોવા મળતા આરોગ્ય તંત્ર દ્વારા તેમની એમ્યુલન્સમાં જ સારવાર શરૂ કરી હતી.
આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સ્વજનોનો આક્ષેપ
દર્દીની એમ્યુલન્સમાં જ સારવાર શરૂ કરવામાં આવી
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ વધતા જ સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી હતી. દર્દીઓને હોસ્પિટલમાં બેડ ન મળવાથી તેઓ સારવાર માટે વલખા મારી રહ્યા છે. હાલ દર્દીઓને ઓક્સિજન વેન્ટિલેટર સહિતની જરૂર પડે છે, છતાં પણ આરોગ્ય તંત્ર દ્વારા તેમની એમ્બ્યુલન્સમાં સારવાર શરૂ કરવામાં આવી છે. જેને લઇને દર્દીના પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. દર્દીઓને પરિવારજનોનો આક્ષેપ કરી રહ્યા છે કે જો આ દર્દીઓને જીવને કંઈ થશે તો તેની જવાબદારી કોની? હાલ સિવિલ હોસ્પિટલમાં બેડની પણ અછત સર્જાઇ હોય અને દર્દીઓનો રાફડો ફાટ્યો હોય, જેને લઇને આ પરિસ્થિતિ ઊભી થઇ હોવાનું સામે આવ્યું છે.