ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રીય બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત આપવાની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માગ

કેન્દ્ર સરકાર દ્વારા બજેટ જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને દેશવાસીઓની કેન્દ્રીય બજેટની સાથે ઘણી બધી આશા અપેક્ષાઓ જોડાયેલી છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે ઘણા બધા ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા છે, જ્યારે જે ચાલુ છે તે મંદીનો માર સહન કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય બજેટને લઈને મુખ્યત્વે ઉદ્યોગકારોની આ બજેટથી ઘણી આશા અપેક્ષાઓ જોડાયેલી છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને ETV BHARAT દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

કેન્દ્રીય બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત આપવાની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માગ
કેન્દ્રીય બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત આપવાની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માગ

By

Published : Jan 29, 2021, 10:59 PM IST

Updated : Feb 1, 2021, 10:44 AM IST

  • કેન્દ્રીય બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત આપવાની માગ
  • કૃષિને પણ ઇન્ડસ્ટ્રિસનો દરજ્જો આપાવવાની આશા
  • બજેટમાં MSME ઉદ્યોગ પર કોઈ નવો ટેક્સ ન નાખવો
    કેન્દ્રીય બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત આપવાની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માગ

રાજકોટ: કેન્દ્રીય બજેટને લઇને ETV BHARATની ટીમ દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન પ્રમુખ વી.પી. વૈષ્ણવ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે કે, આવનારું બજેટ સરળ હશે. જેથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગણીઓ તેમણે લેખિતમાં સરકારને આપી છે. આ સાથે જ તેમણે માગ કરી છે કે, ઇન્કમ ટેક્સના સ્લેબમાં 10 ટકા જેટલી રાહત આપવામાં આવે. આ ઉપરાંત સીનિઅર સિટિઝનોને પણ ઇન્કમ ટેક્સમાં વિશેષ લાભ આપવામાં આવે. સરકાર દ્વારા ટેક્સમાં રાહત આપવામાં આવશે તો મોટાભાગના લોકો ટેક્સ ભરી શકશે અને સરકારને પણ સીધો ફાયદો મળી શકશે.

ખેતીને પણ ઇન્ડસ્ટ્રિસનો દરજ્જો આપવો

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી છે કે, ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. જેને લઈને દેશમાં કૃષિને પણ ઇન્ડસ્ટ્રિસનો દરજ્જો આપવો જોઈએ, જ્યારે ઇન્ડસ્ટ્રિસ ઉદ્યોગોમાં સરકાર દ્વારા ઘણું બધું આપવામાં આવ્યું છે. જેમાં અગાઉ સરકાર દ્વારા ઉદ્યોગકારો માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવ્યું હતું, જેના કારણે ઘણી રાહત થઈ હતી.

સરકારે ઉદ્યોગ પર કોઈપણ જાતનો નવો ટેક્સ ન નાખવો

MSME ઉદ્યોગ એ એવો ઉદ્યોગ છે જે દેશમાં સૌથી વધુ રોજગારી આપે છે. તેમજ સમગ્ર માળખાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના આ બજેટમાં MSME ઉદ્યોગ પર કોઈ નવો ટેક્સ ન નાખવામાં આવે તેવી પણ પ્રબળ માગ છે. તેમજ વધુમાં વધુ આ ઉદ્યોગને ફાઈનાન્સ સરકાર દ્વારા આપવાથી નાની નાની ઇન્ડસ્ટ્રિસને ભવિષ્યમાં બુસ્ટ પણ મળી શકશે. જેનો લાભ પણ દેશને થઈ શકશે.

Last Updated : Feb 1, 2021, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details