ગુજરાત

gujarat

ETV Bharat / city

Rajkot Car Accident: ગોંડલ શહેરમાં પૂરપાટ ઝડપે જતી કારે વૃદ્ધ વ્યક્તિનો લીધો ભોગ, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ - ગોંડલ શહેરમાં વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ

રાજકોટમાં ગોંડલ શહેરમાં(Rajkot Car Accident ) વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર બેફામ કારચાલકે એક બાઇક અને એક એક્ટિવા ટક્કર લેતા એક વૃદ્ધની જિંદગી હોમાઈ(Car Accident killed old man) ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઇ હતી. આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot Car Accident: ગોંડલ શહેરમાં પૂરપાટ ઝડપે જતી કારે વૃદ્ધ વ્યક્તિનો લીધો ભોગ, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ
Rajkot Car Accident: ગોંડલ શહેરમાં પૂરપાટ ઝડપે જતી કારે વૃદ્ધ વ્યક્તિનો લીધો ભોગ, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

By

Published : Apr 23, 2022, 10:41 PM IST

Updated : Apr 30, 2022, 11:37 AM IST

રાજકોટ:ગોંડલ શહેરમાં વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર પૂરપાટ ઝડપે જતી એન્ડેવર કાર ચાલકે એક એક્ટિવા અને એક બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જયો(Rajkot Car Accident) હતો. આ ઘટનામાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું હતું. જો કે આ અકસ્માતની ઘટના CCTV કેમેરામાં પણ કેદ(Accident recorded in CCTV Camera) થઇ હતી. આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગોંડલ શહેરમાં પૂરપાટ ઝડપે જતી કારે વૃદ્ધ વ્યક્તિનો લીધો ભોગ

ગોંડલ શહેરના રાજમાર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા - શહેરમાં બેફામ કાર ચાલકની બેદરકારી સામે આવી છે. જેમાં વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર બેફામ કારચાલકે એક બાઇક અને એક એક્ટિવાને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના(Hit and run Case) બની હતી. જેમાં એક વૃદ્ધની જિંદગી હોમાઈ ગઈ હતી. ત્યારે અકસ્માતની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.

બેફામ કારચાલકે લીધો વૃદ્ધનો ભોગ

આ પણ વાંચો:Anand Accident Case : તીર્થ સ્થળે દર્શનાર્થે જતા પહેલા સર્જાયો ગમખ્વાર અકસ્માત, જૂઓ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા

વૃદ્ધ પર એન્ડેવર કાર કાળ બનીને ત્રાટકી હતી - આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ શહેરના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ(Vikramsinhji Complex in Gondal city) પર પૂરપાટ વેગે આવતી એન્ડેવર કારે એક બાઇક અને એક એક્ટિવાને અડફેટે લીધી હતા. જેમાં એન્ડેવર કાર સીધી સામેની દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન ઊભેલા 70 વર્ષીય વૃદ્ધ ઇકબાલ ઈસ્માઈલ મુકાતી પર એન્ડેવર કાર કાળ બનીને ત્રાટકી હતી. જેને પગલે ઇકબાલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

વૃદ્ધ પર એન્ડેવર કાર કાળ બનીને ત્રાટકી હતી

આ પણ વાંચો:Accident in Surat: સુરતમાં ડમ્પરે ધોરણ 10ની વિદ્યાર્થીનીને અડફેટે લેતા પરીક્ષા પહેલા જ મોત

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા -ગોંડલ શહેરના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર બનેલા આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જેમાં અકસ્માતને પગલે ટ્રાફિક જામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં(Gondal Civil Hospital) ખસેડવામાં આવ્યા બાદ પોલીસે(Gondal Police station) આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Apr 30, 2022, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details