ગુજરાત

gujarat

ETV Bharat / city

Rajkot: રાજકોટમાંથી વૃદ્ધ સાધુની લાશ મળી, હત્યાની આશંકા - Rajkot body of old monk was found from

રંગીલા રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હોવાની વાત સામે આવી છે. જેમાં શહેરના જામનગર રોડ પર આવેલ પરાપીપળીયા ગામ નજીક એક 55 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે આ વૃદ્ધ કોણ છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. જ્યારે મૃતદેહ મળી આવતા રાજકોટ યુનિવર્સિટી પોલીસ (Rajkot University Police) ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot: રાજકોટમાંથી વૃદ્ધ સાધુની લાશ મળી, હત્યાની આશંકા
Rajkot: રાજકોટમાંથી વૃદ્ધ સાધુની લાશ મળી, હત્યાની આશંકા

By

Published : Dec 7, 2021, 4:10 PM IST

  • રાજકોટમાંથી વૃદ્ધ સાધુનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
  • ગામના સરપંચ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી
  • રાજકોટ પોલીસ દ્વારા હત્યાની આ શંકા મામલે વધુ તપાસ શરૂ કરાઈ

રાજકોટઃ રાજકોટની ભાગોળે આવેલા જામનગર રોડ પર એક સાધુ જેવા કપડાં પહેરેલા વૃદ્ધનો મૃતદેહમળી આવ્યો હતો. જે મામલે ગામના સરપંચ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકનુ માથું છૂંદાયેલી હાલતમાં મળી આવતા તેની ઓળખ હજુ સુધી થઈ નહોતી. પોલીસને શંકા છે કે, આ વૃદ્ધની હત્યા નિપજવામાં આવી છે અને મૃતદેહઅહીં નાખી દેવામાં આવ્યો છે. હાલ રાજકોટ પોલીસ દ્વારા હત્યાની આ શંકા મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Rajkot: રાજકોટમાંથી વૃદ્ધ સાધુની લાશ મળી, હત્યાની આશંકા

આ પણ વાંચો:રાજકોટમાં પુત્રએ તલવારના ઘા મારીને પિતાની કરી હત્યા

હત્યાનો બનાવ બીજી જગ્યાએ બન્યો

હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ પણ સામે આવી રહ્યું છે કે, આ વૃદ્ધની હત્યા અન્ય જગ્યાએ કરવામાં આવી હોય શકે છે. હત્યા બાદ વૃદ્ધનો મૃતદેહને અહીં પરાપીપળીયા નજીક અવાવરું જગ્યાએ ફેંકવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી આ વૃદ્ધની ઓળખ થઈ નથી. જ્યારે વૃદ્ધની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા હાલ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં એક અઠવાડિયામાં હત્યાનો બીજો બનાવ સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો:માતાએ કામધંધો શોધવાનું કહેતા પુત્રએ નીપજાવી કરપીણ હત્યા

ABOUT THE AUTHOR

...view details