- રાજ્યમાં આગામી દિવસોમા મહાનગરપાલિકાની ચૂંટણી
- પહેલા રહેલા ચહેરાને જ ફરી સ્થાન આપવામાં આવ્યું
- રાજકોટ શહેર ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર
મનપાની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપનું સંગઠન માળખું જાહેર - રાજકોટ શહેર ભાજપ પ્રમુખ
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે. ત્યારે મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટઃ રાજ્યમાં આગામી દિવસોમા વિવિધ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેમાં રાજકોટ મહાનગરનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ રાજકોટ શહેર ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કર્યું છે. જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રીના નામોની જાહેરાત કરવામાં આવી છે.
ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિત 22ના નામ જાહેર
શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ 8 ઉપપ્રમુખો, 3 મહામંત્રી, 8 મંત્રી, 1 કોષધ્યક્ષ, 1 કાર્યાલય મંત્રી એમ કુલ 22 નામોની યાદી જાહેર કરી છે. મુખ્યત્વે અગાઉ રહેલા ચહેરાને જ ફરી સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે શહેર ભાજપ પ્રમુખ તરીકે અગાઉ જ સી.આર પાટીલે કમલેશ મિરાણીને ફરી રિપીટ કર્યા હતા. ત્યારે આજે શહેર ભાજપ પ્રમુખ દ્વારા રાજકોટ શહેર ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે.