ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ ભાજપના ધારાસભ્ય ગરમીની ચપેટમાં, હોસ્પિટલમાં દાખલ - rjt

રાજકોટઃ રાજ્યમાં સતત વધી રહેલા તાપમાનના પગલે લોકો પરેશાન છે. ત્યારે રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ ગરમીની ઝપેટમાં આવી ગયા છે. ધારાસભ્ય રૈયાણીને તબિયત લથડતા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમની હાલમાં પણ સારવાર શરૂ છે.

રાજકોટ ભાજપના ધારાસભ્ય ગરમીની લપેટમાં

By

Published : Jun 3, 2019, 6:26 PM IST

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં પણ તાપમાનનો પારો એકા-એક ઊંચે ચડ્યો છે. દરરોજ લોકો 45 ડિગ્રી જેટલા તાપનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ અસહ્ય તાપની સાથે ગરમીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ગરમી લાગવાના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અરવિંદ રૈયાણીની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details