- વિરોધ કરનાર બે આગેવાનને શહેર પ્રમુખે સસ્પેન્ડ કર્યા
- ભાજપ કાર્યાલય પર ગાળાગાળીના દ્રશ્યો પણ સર્જાયા
- વોર્ડ નંબર 17ના આગેવાન નરેન્દ્ર રાઠોડ સસપેન્ડ
રાજકોટ ભાજપના શહેર પ્રમુખે 2 આગેવાનોને કર્યા સસ્પેન્ડ - narendra rathod
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મહાનગરોમાં ઉમેદવારોના લિસ્ટ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે રાજકોટમાં વોર્ડ નંબર 14ના પ્રમુખ અનિષ જોશી અને વોર્ડ નંબર 17ના આગેવાન નરેન્દ્ર રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બે આગેવાનને શહેર પ્રમુખે સસ્પેન્ડ કર્યા
રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકોટ મહાનગર પાલિકાના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે. જેમાં 60 જેટલા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે 12 જેટલા પૂર્વ કોર્પોરેટરને પણ રિપિટ કરવામાં આવ્યા છે. રાજકોટ ભાજપ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતા ઘણી જગ્યાએ ઉદાસીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ભાજપ કાર્યાલય ઠોસ સમય માટે ગાળાગાળીના દ્રશ્યો પણ સર્જાયા હતા. ભાજપની યાદીમાં નવા ઉમેદવારોને સ્થાન અપાતા ચર્ચાનો વિષય બન્યો છે.