દુષ્કર્મ કરનાર ઈસમનું બાઈક ઝાડીઓમાં અટવાઈ જતા તે બાળકીને અવાવરું જગ્યાએ મૂકીને નાસી છૂટ્યો હતો. જો કે, શહેરમાં બાળકીના અપહરણની ઘટના વાયુ વેગે ફેલાતા રાજકોટ પોલીસે શહેરમાં નાકાબંધી કરી હતી. આ બાળકી સહી સલામત મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું - crime in gujarat
રાજકોટઃ શહેરમાં શરદપૂનમના દિવસે યોજાયેલ ગરબા દરમિયાન 8 વર્ષની બાળકીનું બાઇક ચાલકે અપહરણ કર્યું હતું. બાળકીને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપીને બાબુ બાંભવા નામનો ઈસમ રૈયા ગામની સીમમાં લઈ જઈ દુષ્કર્મ આચરી નાસી ગયો હતો.
Rajkot arrested accused for 8 year old girl rape
પોલીસે અપહરણના બીજા દિવસે જ આરોપી બાબુ બાંભવાને ઝડપી પાડ્યો હતો. જેને આજે ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું પંચનામું કર્યું હતું. પોલીસ આરોપીનું પંચનામું કરતી હતી તે દરમિયાન સ્થાનિકોએ પણ આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી હતી.
Last Updated : Oct 16, 2019, 4:14 AM IST