ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ એરપોર્ટ પર મુસાફરોનું ઓમિક્રોન વાયરસ બાબતે ચેકિંગ કરાતું નથી: રામ મોકરિયા - Omicron is not checked at Rajkot airport

રાજ્યમાં સૌપ્રથમ ઓમિક્રોન વાયરસનો કેસ જામનગર ખાતે નોંધાયો(first case of Omicron virus in Jamnagar) છે. રાજકોટમાં ઓમિક્રોન વાયરસ(Omicron virus) બાબતે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા(MP Ram Mokria) દ્વારા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ(Collector Arun Mahesh Babu), મનપાના કમિશ્નર અમિત અરોરા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઓમિક્રોન વાયરસના કેસ શહેરમાં મળી આવે તો તેને પહોંચી વળવા માટે કયા પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.

રાજકોટ એરપોર્ટ પર મુસાફરોનું ઓમિક્રોન વાયરસ બાબતે ચેકિંગ કરાતું નથી: રામ મોકરિયા
રાજકોટ એરપોર્ટ પર મુસાફરોનું ઓમિક્રોન વાયરસ બાબતે ચેકિંગ કરાતું નથી: રામ મોકરિયા

By

Published : Dec 5, 2021, 8:40 PM IST

  • રાજ્યમાં સૌપ્રથમ ઓમિક્રોન વાયરસનો કેસ જામનગર ખાતે નોંધાયો
  • સાંસદ રામ મોકરિયાએ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લિધી
  • રાજકોટ એરપોર્ટ પર મુસાફરોનું યોગ્ય રીતે ચેકિંગ કરવામાં આવતું નથી

રાજકોટ: રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ(MP Ram Mokria) આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લિધી હતી. સર્કિટ હાઉસ ખાતે મહાનગરપાલિકાના કમિશ્નર, કલેકટર તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં ખાસઓમિક્રોન વાયરસ અંગે ચર્ચા કરવામાં આવી(Meeting in Rajkot on Omicron virus) હતી. રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ એરપોર્ટ પર મુસાફરોનું યોગ્ય રીતે ચેકિંગ કરવામાં આવતું(Omicron is not checked at Rajkot airport) નથી. ચેકિંગ બાબતે તેમને કલેકટરને સૂચના પણ આપી છે.

રાજકોટ એરપોર્ટ પર મુસાફરોનું ઓમિક્રોન વાયરસ બાબતે ચેકિંગ કરાતું નથી: રામ મોકરિયા

બે વખત ટેસ્ટિંગ કરવાની જરૂર રહેતી નથી: કલેકટર

કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, વિશ્વના અન્ય દેશોમાંથી ભારતમાં આવતા મુસાફરોનું મુંબઈ અને દિલ્હી ખાતે સઘન ચેકિંગ કરવામાં આવે છે. રાજકોટ એરપોર્ટ પર આવેલા મુસાફરોનું ચેકિંગ દિલ્હી અથવા મુંબઈ ખાતે થઈ ગયું હોય છે માટે બે વખત ટેસ્ટિંગ કરવાની જરૂર રહેતી નથી તેમ છતાં સાંસદ દ્વારા કહેવામાં આવેલી વાતને અમે ચોક્કસ ગંભીર રીતે લેશું.

આ પણ વાંચો :Delhi Omicron Cases: દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કરી પુષ્ટિ

આ પણ વાંચો :વલસાડમાં અન્ય દેશોમાંથી આવેલા 18 લોકોને 14 દિવસ માટે કરાયા ક્વોરન્ટાઇન

ABOUT THE AUTHOR

...view details