- રાજકોટAIIMSના તબીબી વિદ્યાર્થીઓએ લીધી કોરાનાની રસી
- રસીકરણ કેન્દ્ર પર બપોર સુધીમાં 150 લોકોને અપાઈ રસી
- ગભરાયા વગર રસી લોઃ તબીબી વિદ્યાર્થિની
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે આજે બપોર સુધીમાં અંદાજે 150 લોકોને કોરોનાની રસી તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. આ કામગીરી 16 જાન્યુઆરીથી કરવામાં આવી રહી છે. રાજકોટ AIIMSના તબીબી વિદ્યાર્થીઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રસીકરણ વિભાગમાં સ્ટાફની કામગીરીને આવકારી હતી. વિદ્યાર્થીઓએ રસીકરણ અંગે પ્રતિભાવ પણ આપ્યો હતો. કેરળની વિદ્યાર્થિની ટી. વિષ્નુપ્રિયાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે કોરાનાની રસીની આડઅસર થતી નથી. લોકોએ ગભરાયા વગર રસી લેવી જોઇએ. તેમણે જયાં સુધી કોરોના છે ત્યાં સુધી માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી. સિવિલ હોસ્પિટલના રસીકરણ કેન્દ્રમાં 45 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ બીમારીવાળા અને સિનિયર સિટીઝન લોકોને પણ રસી આપવામાં આવે છે.