રાજકોટ : રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર(Director of Rajkot AIIMS) પ્રો. સી.ડી.એસ કચોટે કોરોના અંગે નિવેદન(Statement of Director of Rajkot AIIMS) આપતા જણાવ્યું હતું કે, જ્યારે હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એવામાં અગાઉ ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો હતો જે ખૂબ જ ઘાતક હતો, હવે ઓમિક્રોન આવ્યો છે જો કે ઓમિક્રોન એટલો બધો ઘાતક સાબિત થયો નથી, જ્યારે તેના કારણે વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે પરંતુ ઓમિક્રોન શરીરમાં વેક્સિનનું કામ કરી રહ્યો છે, જે દર્દીને ઓમિક્રોન થશે તેના શરીરમાં ઓમિક્રોન એન્ટીબોડી બનાવશે.
ઓમિક્રોન શરીરમાં વેક્સિનનું કામ કરી રહ્યું છે એઇમ્સ ખાતે OPD સેવા કરવામાં આવી શરૂ
રાજકોટના જામનગર રોડ પર એઇમ્સનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે આ એઇમ્સનું કામ સંપૂર્ણ પૂર્ણ થયું નથી, પરંતુ મેઈન બિલ્ડીંગ બનતા અહીં OPD સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં અલગ અલગ વિભાગમાં વિવિધ બિમારીઓની સારવાર દર્દીઓ કરાવી શકશે. જ્યારે આગામી વર્ષ 2023માં સંપૂર્ણ એઇમ્સ તૈયાર થવાની શક્યતાઓ છે. જ્યારે એઇમ્સ સંપૂર્ણ બની જશે ત્યારે તમામ મોટા મોટા રોગોની સારવાર ખૂબ જ ઓછા ખર્ચમાં થશે.
આ પણ વાંચો : Omicron Variant In Rajkot : ઓમીક્રોન વધશે તો રાજકોટ AIIMSમાં પણ સારવાર શરૂ કરાશે
આ પણ વાંચો : મનસુખ માંડવિયાએ દિલ્હી એમ્સના તંત્ર પર ઉઠાવ્યા સવાલો