- SGSTના વાણીજ્ય વેરા કચેરીનો અધિકારી માંગી રહ્યો હતો લાંચ
- ACBએ અગાઉથી આપી હતી લાંચની બાતમી
- વેલ્યુ એડેડ ટેક્ષનું રિફંડ મેળવી આપવા માંગ્યા 20 હજાર
રાજકોટ: SGSTમાં ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં SGSTના વાણીજ્ય વેરા કચેરી વિભાગનો અધિકારી રૂપિયા 20,000ની લાંચ લેતા ઝડપાયો છે. મળતી માહિતી મુજબ આરોપી વિશે ACBને અગાઉથી બાતમી આપાઈ હતી. જેના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું.