રાજકોટઃ કોરોના વાઇરસના કારણે દેશમાં લોકડાઉન લગાવાયુ છે, ત્યારે આ લોકડાઉન દરમિયાન પોલીસની કામગીરી સૌથી મહત્વપૂર્ણ સાબિત થઇ છે ત્યારે રાજકોટમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમજ શહેરમાં લોકડાઉનનું પાલન ન કરતા ઈસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટઃ લોકડાઉનમાં ફરજ બજાવનારા 9 ACPનું સન્માન કરાયું - Lockdown
કોરોના વાઇરસના કારણે દેશમાં લોકડાઉન લગાવાયુ છે, ત્યારે આ લોકડાઉન દરમિયાન પોલીસની કામગીરી સૌથી મહત્વપૂર્ણ સાબિત થઇ છે ત્યારે રાજકોટમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમજ શહેરમાં લોકડાઉનનું પાલન ન કરતા ઈસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા લોકડાઉનમાં પ્રસંશનીય કામગીરી કરનાર 9 જેટલા ACPનું સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટ પોલીસ દ્વારા શહેરીજનો લોકડાઉનનું પાલન કરે તે માટે નવા નવા અભિગમ પણ અપનાવવામાં આવ્યા હતા. જેને લઈને હાલ જિલ્લામાં અન્ય મોટા શહેરો કરતા કોરોનાના પોઝિટિવ કેસ ઓછા જોવા મળ્યા છે. ત્યારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા લોકડાઉનમાં પ્રસંશનીય કામગીરી કરનાર 9 જેટલા ACPનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલ કોરોના વાઇરસની મહામારી દરમિયાન પોલીસ, તબીબો ક્ષેત્રે જોડાયેલા કર્મચારીઓ પોતાના ઘર અને પરિવારની ચિંતા કર્યા વિના દિવસ-રાત લોકો માટે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવતા પોલીસ પરીવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકડાઉનમાં ફરજ બજાવનારા જિલ્લાના 9 ACPનું સન્માન કરાયું હતું.