- રાજકોટમાં 100 વેક્સીનેશન સાઈટ કાર્યરત
- 18 થી 44 વર્ષના લોકોને આપવામાં આવી રસી
- નાગરીકોએ રસી માટે સ્લોટ બુક કરવાનો રહેશે
રાજકોટઃ શહેરમાં આજે તારીખ 24 થી 18 થી 44 વર્ષના નાગરિકો માટે 100 સેસન સાઈટ ખાતે વેક્સીનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરેક સેસન સાઈટ પર 200 નાગરિકોને વેક્સીનના ડોઝ આપવામાં આવશે. વેક્સીનેશન દરમિયાન શહેરના 45 થી મોટી ઉંમરના નાગરિકો માટે 25 સેસન સાઈટ રાખવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના 21 આરોગ્ય કેન્દ્રો સહિત પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ, પદ્યકુંવરબા હોસ્પિટલ, શિવશક્તિ સ્કૂલ અને ચાણક્ય સ્કૂલ (ગીત ગુર્જરી સોસાયટી) સેસન સાઈટનો સમાવેશ થાય છે.
દરેક સાઈટ પર 130 નાગરિકોને વેકસીનનો ડોઝ
દરેક સાઈટ પર 130 નાગરિકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. જેમાં 100 લોકોને પહેલો ડોઝ અને 30 લોકોને બીજો ડોઝ આપવામાં આવશે. કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ પહેલા ડોઝ લીધાના 84 દિવસ બાદ લેવાનો હોય છે. કોરોનાથી રીકવર થયેલા લોકો 3 મહિના બાદ રસી લઇ શકશે. 18 થી 44 વર્ષના લોકો માટે શહેરમાં 100 સેસન સાઈટ ખાતે વેકસીનેસનની કામગીરી હાથ ધરવામાં આવી છે .જ્યાં દરેક સાઈટ પર 200 લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે.