- રાજકોટ જિલ્લામા 22 લાખથી વધુ રોપાઓનો ઉછેર તેમજ વિતરણ
- વનવિભાગ દ્વારા સામાજિક વનીકરણ કાર્યક્રમ હેઠળ વિતરણ
- વર્ષે ખાસ 1 લાખ 80 હજાર તુલસીના રોપાઓ ઉછેરનો ખાસ લક્ષ્યાંક
રાજકોટઃ વર્ષ 2021-22માં 72માં વન મહોત્સવ હેઠળ રાજકોટ જિલ્લાની 13 નર્સરી ખાતે વનવિભાગ દ્વારા 15.79 લાખ રોપાઓનો ઉછેર તેમજ વેચાણ શરુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૫૨ વિકેન્દ્રિત નર્સરીઓ હેઠળ 6.60 લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યાનું નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ રાધેક્રિશ્નનએ જણાવ્યું છે. તુલસીના પાન અનેક રીતે ગુણકારી છે, તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ મદદરૂપ બને છે, તે સાબિત થયું છે. ત્યારે હાલ કોરોના સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા રાજ્ય સરકાર દ્વારા ખાસ આ વર્ષે ખાસ 1 લાખ 80 હજાર તુલસીના રોપાઓ ઉછેરનો ખાસ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જે અંતર્ગત 51 હજાર ગુણકારી તુલસીના રોપા તૈયાર થઈ ચૂક્યાં હોવાનું રવિપ્રસાદે જણાવ્યું છે.
ટલા વૃક્ષ વધુ તેટલો પ્રાણવાયુ કુદરતી રીતે આપણને વધુ માત્રામાં મળી રહે છે રાજકોટ જિલ્લાના મોટાભાગના ગામોમાં રોપાનો ઉછેરરાજકોટ જિલ્લામાં રાજકોટ, લોધીકા, પડધરી, ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા તાલુકાની વિવિધ નર્સરીઓમાં આંબા, આમળા, અરડુસી, અર્જુન સાદડ, આસોપાલવ, અરીઠા, બદામ, બહેડા,બંગાળી બાવળ, બીલી, બોરસલી, ચંદન, દાડમ, દેશીબાવળ, ગરમાળો, ગોરસઆંબલી, ગુલમહોર, ગુંદા,ગુંદી, જામફળ, જાંબુ, કણજી, કરંજ, કાસીદ, કાંઠી, કાઈજેલીયા, ખેર, ખાટીઆંબલી, ખીજડો, લીમડો, લીંબુ, મહુડો, નીલગીરી, પેલ્ટોફોર્મ, પીન્કેસીયા, પેન્ડુલા, પીપળ, રેઈન ટ્રી, રાયણ, સાગ, સાદડ, સરગવો, સીંદુર, સવન, સીરસ, સીતાફળ, સીસુ, શરૂ, ઉમરો, વડ, વાંસ, ફૂલછોડ અને અન્ય રોપાઓનો ઉછેર કરવામાં આવે છે.આ પણ વાંચોઃ
કેરીના બોક્સને પાર્સલ કરવા લોકો હવે ST પાર્સલ સર્વિસનો કરી રહ્યા છે ઉપયોગ
વૃક્ષ તેના જીવનકાળ દરમિયાન અનેક લાભ આપે છે
કોલકાતા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ટી.એમ. દાસના એક રીસર્ચ મુજબ ૫૦ વર્ષનુ વૃક્ષ તેના જીવનકાળમાં 15 લાખથી વધુનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ માનવ જીવનને આપે છે. જેમાં વૃક્ષ દ્વારા ઉત્પન્ન કરાતો ઓક્સીજન, હવાનું શુદ્ધિકરણ, જમીનનું સંરક્ષણ, પશુ-પંખીઓનું સંરક્ષણ સહિત અનેક રીતે વૃક્ષ માનવ જીવનને ઉપયોગી બને છે. આ ઉપરાંત વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વૃક્ષો ધરતીની શોભા છે, ત્યારે આપણે સૌ સંકલ્પબદ્ધ બની વૃક્ષોના ઉછેર સાથે પર્યાવરણને બચાવીએ.
આ પણ વાંચોઃ દેશભરની 674 જિલ્લાની એપમાંથી બનાસકાંઠાની 'માય રાશન' એપને દેશની ટોપ 20 એપમાં સ્થાન મળ્યું