- રાજકોટમાં સત્તત ત્રીજા દિવસે પણ વરસાદ
- પુલ પરથી બાઇક સવાર તણાયો
- મોટામવા પુલ પર બાઇક ચાલક તણાયો
રાજકોટઃ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ (heavy rain) જોવા મળી રહ્યો છે. એવામાં ડેમો તથા નદીઓ, નાળાઓમાં નવા નીરની આવક થઇ છે. જ્યારે હાલ ભારે વરસાદને પગલે પુલના બન્ને કાંઠેથી પાણી વહી રહ્યા છે. જેને લઈને જોખમ ભરી સ્થિતિ ઉભી થઇ છે. તેવામાં આજે ગુરુવારે રાજકોટના મોટા મોવાના નજીક આવેલ પુલ ઉપરથી એક બાઈક ચાલક યુવક તણાયો હતો. જેને સ્થાનિક લોકોએ જોઇ જતા તેને બચાવવા માટે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યારે સ્થાનિકોએ યુવાનને બચાવી લીધો હતો પરંતુ તેનું બાઈક પાણીમાં તણાઈ ગયું હતું. જેની શોધખોળ વિસ્તારવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જોકે આ ઘટનામાં આ યુવાનનું બાઇક ગુમ થયાની ફરિયાદ પણ પોલીસમાં કરવામાં આવી છે.
રાજકોટમાં સત્તત ત્રીજા દિવસે પણ વરસાદ, પુલ પરથી બાઇક સવાર તણાયો, જૂઓ વીડિયો આ પણ વાંચો: કચ્છ જિલ્લામાં સીઝનનો 104 ટકા વરસાદ નોંધાયો
બેઠા પુલ પર રીક્ષા તૂટી ગઈ, સ્થાનિકો રેસ્ક્યૂ કર્યું
રાજકોટમાં ભારે વરસાદ (heavy rain) ને પગલે લાલપરી તળાવ પર આવેલા બેઠા પુલ ઉપર ખાડા પડવાને કારણે એક છકડો રીક્ષા તૂટી ગઈ હતી. જેને અહીંના સ્થાનિકો દ્વારા પુલ ઉપરથી ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા અને વહીવટીતંત્ર પણ ડેમ અને નદીની આસપાસના નીચાંણવાળા વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે. તેમજ ભારે વરસાદને પગલે કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે કાર્યવાહી કરી રહ્યું છે.
રાજકોટમાં સત્તત ત્રીજા દિવસે પણ વરસાદ, પુલ પરથી બાઇક સવાર તણાયો આ પણ વાંચો: ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અરવલ્લીના જળાશયો પુર્ણ સપાટીએ પહોચવાના આરે
- જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મુકીને (Heavy Rain) વરસી રહ્યા છે. ત્યારે મોટા ભાગના જળાશયો અને સિંચાઈ યોજનાઓ ઓવરફ્લો (Overflow) થઈને વહી રહી છે. અહીં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડતા જૂનાગઢની સૌથી મોટી ઓજત વિયર સિંચાઈ યોજનાના (Ojat Weir Irrigation Scheme) તમામ દરવાજા ખૂલ્લા મુકી દેવામાં આવ્યા છે. આથી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
- અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા હવાનું હળવું દબાણ વધુ સક્રિય બની વાવાઝોડા શાહીનમાં બદલાય થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે કચ્છ જિલ્લામાં મેઘમહેર જામી છે. કચ્છના દસેય તાલુકામાં અડધાથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત હવામાન વિભાગે વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે.