- 36 ટકા યુવાનોમાં આવેગ પર નિયંત્રણનો અભાવ જોવા મળ્યો છે
- 54 ટકા તરુણમાં હળવાથી વધુ લક્ષણો જોવા મળ્યા છે
- યુવાનો અને તરુણોમાં કરફ્યુમાં પાયરોમેનિયાના લક્ષણો વધ્યા છે
રાજકોટ:કેટલાક તરુણો અને યુવાનોને કારણ વગરની મારામારી કે ગાળાગાળી કરતા આપણે જોયા છે. આ કુસંસ્કાર કરતા માનસિક બીમારી વઘુ છે. કાચ ફોડતી ગેંગ, વાહનની કતાર હોય તેને પાડીને આનંદ લેતા તરુણો, કોઈના ઘરના કાચ તોડવાની વૃત્તિ વગેરે આવેગ નિયઁત્રણ વિકૃતિઓ છે.
છેલ્લા દોઢ વર્ષમાં યુવાનો અને તરુણોમાં આવેગ નિયંત્રણ વિકૃતિઓ વધી છે
છેલ્લા દોઢ વર્ષમાં યુવાનો અને તરુણોમાં આવેગ નિયંત્રણ વિકૃતિઓ વધી છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન.આર. પટેલ અને જાદવ તૌફીકે વાલીઓ, યુવાનો, તરુણો મળીને કુલ 940 વ્યક્તિઓનો સર્વે કર્યો છે. આ સર્વેનું પરિણામ બતાવે છે કે, તરુણો અને યુવાનોમાં પાયરોમેનિયાના લક્ષણો આ લોકડાઉન અને કરફ્યૂની સ્થિતિમાં વધ્યા છે. 36 ટકા યુવાનોમાં આવેગ પર નિયઁત્રણનો અભાવ જોવા મળ્યો છે, જયારે 54 ટકા તરુણોમાં પાયરોમેનિયાના હળવાથી વઘુ લક્ષણો જોવા મળ્યા છે.
પાયરોમેનિયા એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર છે
પાયરોમેનિયા એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર છે, જે પરિણામોને ધ્યાનમાં લીધા વિના હાનિકારક અથવા ગેરકાયદેસર કૃત્ય કરવાની અનિયંત્રિત જરૂરિયાતની હાજરી પાયરોમેનિયાના ધરાવતા વ્યક્તિમાં હોય છે. પાયરોમેનીયાને ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર (ડીએસએમ -5)માં ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઓર્ડર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જે આવેગ નિયંત્રણ વિકાર છે.
કોઈ વ્યક્તિ વિનાશક ઇચ્છા અથવા આવેગનો પ્રતિકાર કરવામાં અક્ષમ હોય છે
જ્યારે કોઈ વ્યક્તિ વિનાશક ઇચ્છા અથવા આવેગનો પ્રતિકાર કરવામાં અક્ષમ હોય છે. કેટલાક લોકો કોઈપણ વસ્તુને દરેક સમયે આગ લગાડવાનું વિચારે છે, તે એક માનસિક વિકાર (મેન્ટલ ડિસઓર્ડર)છે, જેને મનોવિજ્ઞાનમાં પાયરોમેનિયા કહે છે. પરિસ્થિતિ ત્યારે વધુ ખતરનાક બની જાય છે, જ્યારે આગ લગાડવાનું વિચારે ત્યારે તે શરૂ કરી દે છે.
જે ડિસઓર્ડરથી પીડાય છે તેમના માટે કામ કરવું મજબૂરી બની જાય છે
વિશેષ બાબત એ છે કે, જે લોકો આ ડિસઓર્ડરથી પીડાય છે, તે કામ કરવું તેમના માટે મજબૂરી બની જાય છે. જો તેઓ આ કામ ન કરે અથવા કામ કરવાનું બંધ કરે તો બેચેની, ગભરાહટ, અનિચ્છનીય વિચારો આવવા લાગે છે, તેથી મજબૂરીમાં તે કામ કરે છે અને તે વ્યક્તિ સમજે છે તે કામ કરવું જોખમી હોય શકે છે તેમજ તે કરી રહ્યું છે તે ખોટું છે તે જાણતા હોવા છતાં પોતાની જાતને રોકી શકતો નથી અને તક મળે એટલે તરત કંઇપણ બાળી નાખે છે. જો કે, પીડિત વ્યક્તિ વારંવાર એવું નહીં કરે, કરવાના વિચારો તેના મગજ તરફથી મળતા હોય છે.
પાયરોમેનિયા ધરાવતા લગભગ 90 ટકા વ્યક્તિઓ યુવાન પુરુષો છે
- લક્ષણો તરુણાવસ્થા દરમિયાન શરૂ થઈ શકે છે અને પુખ્તાવસ્થા સુધી અથવા ત્યાં સુધી ચાલે છે.
- પાયરોમેનિયાની શરૂઆત 3 વર્ષની ઉંમરે થઈ શકે છે.