- 11 તાલુકાના કુલ 19 જેટલા કેન્દ્રો પરથી કરાઈ ખરીદી
- ચણાના 875થી માંડીને 900 રૂપિયા સુધી જોવા મળ્યા ભાવ
- ટેકાના ભાવની ખરીદી 8 માર્ચથી આગામી 5 જૂન સુધી શરૂ રહેશે
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા મંગળવારથી વિવિધ જિલ્લાઓમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ મંગળવાર સવારથી જ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના 11 તાલુકાના કુલ 19 જેટલા કેન્દ્રો પરથી મંગળવારે વિધિવત રીતે ચણાની ખરીદી કરવામાં આવી હતી. સરકારે ચણાની ખરીદીના ટેકાના ભાવ રૂપિયા 1,020 રાખ્યા છે. જ્યારે હાલ ખુલ્લી બજારમાં ચણાના 875થી માંડીને 900 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવતાં ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: રાજકોટ યાર્ડમાં આ વર્ષે મરચાનો ભાવ રૂ. 2200થી 3200 મળતા ખેડૂતોમાં ખુશી