ગોંડલઃ ચોથા તબ્બકાના લોકડાઉનની સરકાર દ્વારા આપવામાં આવેલ વેપાર ધંધા રોજગાર ખુલ્લા રાખવાની છુટછાટમાં ગોંડલમાં પ્રથમ દિવસે જ પાન, બીડી, ફરસાણ સહિતની દુકાનો ખુલ્લી જવા પામી હતી, જેમાં 56 દિવસથી બંધ પડેલી દુકાનોમાં પાન, બીડી, ફરસાણ, ચાની હોટલો સહિતના દુકાનદારો અને ધંધાદારીઓએ પોતાની દુકાનો ખોલીને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
લોકડાઉન 4ઃ સરકારની છૂટછાટમાં ગોંડલનું જનજીવન થયું ધબકતું, બજારમાં દિવાળી જેવો માહોલ - ચોથા તબ્બકાના લોકડાઉન
ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે 56 દિવસના લોકડાઉન બાદ ચોથા તબક્કાના પ્રારંભ થયેલા લોકડાઉનમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જેમને લઈને જનજીવન ધબકતું જોવા મળ્યું છે.

સરકારની છૂટછાટમાં ગોંડલનું જનજીવન થયું ધબકતું
લોકડાઉન 4ઃ સરકારની છૂટછાટમાં ગોંડલનું જનજીવન થયું ધબકતું
પાન બીડી, અને ફરસાણાના વેપારીઓ ઘણી જગ્યાએ દુકાનોમાં લાંબા સમયથી પડેલ માલ ખરાબ થઈ જતાં ફરસાણ, આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંકસ સહિતની વસ્તુઓનો નાશ કરતા પણ જોવા મળ્યાં હતાં. જેમને કારણે લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ રહેતા નાના વેપારીઓને નુકશાનીની વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ચોથા તબ્બકાના લોકડાઉનમાં છૂટછાટ મળતા વેપારીઓમાં દિવાળીનો માહોલ સર્જાયો હતો.