ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં લારી રાખવા બાબતે 2 વેપારી વચ્ચે જાહેરમાં મારામારી, 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત - માલવિયાનગર પોલીસ

રાજકોટઃ શહેરમાં આંશિક લૉકડાઉન પછી ફરી એક વાર લારીગલ્લાવાળાનો ધંધો શરૂ થયો છે. જોકે, રાજકોટમાં એસ્ટ્રોન ચોક નજીક બપોરના સમયે લારીની જગ્યા રાખવા બાબતે બે વેપારી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બે વેપારી વચ્ચે મહામારી થઈ હતી. જોકે, જાહેરમાં થયેલી મારામારીમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો, જેને હોસ્પિટલ ખસેડાયો હતો.

રાજકોટમાં લારી રાખવા બાબતે 2 વેપારી વચ્ચે જાહેરમાં મારામારી, 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત
રાજકોટમાં લારી રાખવા બાબતે 2 વેપારી વચ્ચે જાહેરમાં મારામારી, 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત

By

Published : Jun 11, 2021, 11:29 AM IST

  • રાજકોટમાં 2 વેપારી વચ્ચે મારામારી
  • લારી રાખવા બાબતે થઈ મારામારી
  • પોલીસે મામલો થાળે પાડ્યો
  • ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ

આ પણ વાંચો-માંગરોળના બોરસરા GIDCમાં નજીવી બાબતે મારામારી, ઘટના CCTVમાં કેદ

રાજકોટઃ એસ્ટ્રોન ચોકમાં ફ્રૂટ વેચવા લારી રાખવા બાબતે 2 વેપારી વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. આ સમયે પથ્થર અને પાઈપ વડે હુમલો કરી હુમલાખોર નાસી છૂટ્યો હતા. આ હુમલામાં એક વ્યક્તિ લોહીલુહાણ બનતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. માલવિયાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાડે પાડ્યો હતો.

લારી રાખવા બાબતે થઈ મારામારી

આ પણ વાંચો-વડોદરામાં ધોળા દિવસે તલવારો અને પાઈપો ઉછળી, વૃદ્ધ અને યુવાન લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ

લારીની જગ્યા રાખવા બાબતે ઝઘડો

જોકે, એસ્ટ્રોન ચોક નજીક બપોરના સમયે લારીની જગ્યા રાખવા બાબતે ઝઘડો થયો હતો. તે વખતે બંને વેપારીએ પથ્થર અને પાઈપ વડે મારામારી કરી હતી. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચતા સમગ્ર મામલાનો અંત આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details