- પેટના રોગોનું માનસિક જોડાણ
- લોકો સતત ચિંતા અને તણાવ અનુભવી રહ્યા છે
- પેટના રોગો કે બીમારીઓ દિનપ્રતિદિન વધતી જાય છે
રાજકોટ: આજકાલ લોકોની જીવનશૈલીમા ઘણું પરિવર્તન થઇ ગયું છે. જીવનશૈલીની સાથે સાથે ખોરાકની શૈલી પણ બદલાઈ ગઈ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે લોકોને જંકફૂડ સિવાય કશું ખાવાનું દેખાતું નથી. જેનાથી પેટના રોગો (stomach diseases) કે બીમારીઓ દિનપ્રતિદિન વધતી જાય છે. કોરોનાની બીમારીઓથી લોકો હવે વાકેફ થઇ ગયાં છે. છતાં લોકો હવે એવુ માની રહ્યા છે કે જે થવું હોય તે થાય પણ ખાવાનું ભગવાને આપ્યું છે તો ખાઈ લઈએ. જાણે લોકોને હવે બીમારીનો કોઈ ભય ન હોય તેવું જોવા મળી રહ્યું છે. આજકાલ જેને પૂછીએ તેને શરીર વધવાની સાથે પેટના રોગોની તકલીફ વધતી જણાઈ રહી છે. લોકો સતત ચિંતા અને તણાવ અનુભવી રહ્યા છે. તો આ પેટની બીમારી પાછળ માનસિક પ્રક્રિયા પણ જવાબદાર છે. જે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડો. ડિમ્પલ રામાણી દ્વારા સર્વે કરવામાં અવ્યો છે.
ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમને લગતી તમામ માહિતી પેટના રોગોએ માત્ર શારીરિક નથી માનસિક પણ છે
પેટના રોગો (stomach diseases) પાછળનું કારણ માનસિક જોડાણ પણ હોઈ શકે છે. કેટલાક લોકોને પેટમાં તકલીફ રહે છે. જેમાં પેટમાં દુખાવો થવો, પેટમાં ગેસ થવો, સવારે પેટ બરાબર સાફ ન થતું હોય, પેટમાં બળતરા થતી હોય જેવા લક્ષણો જોવા મળે છે. ઘણીવાર સોનોગ્રાફી, એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી જેવા તમામ પરીક્ષણો કર્યા પછી પણ ખબર નથી હોતી કે આ બધા પાછળ કયો રોગ જવાબદાર છે ? તે ખબર પડતી નથી. તો તેની પાછળ જો કોઈ જવાબદાર કારણ હોય તો તે છે ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (Irritable bowel syndrome) નો રોગ. જે એક પ્રકારની માનસિક બીમારી છે.
પેટની માનસિક બીમારી શું છે ?
ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (Irritable bowel syndrome) ની સમસ્યા સામાન્ય રીતે યુવાનોમાં જોવા મળે છે. આંકડાઓની વાત કરીએ તો આ રોગ 15 થી 18 ટકા યુવાનોમાં જોવા મળે છે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સ્ત્રીઓમાં સૌથી સામાન્ય છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓને ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ થવાની શક્યતા બમણી હોય છે. તેનું કારણ સ્ત્રીઓમાં એસ્ટ્રોજન નામનો હોર્મોન્સ જોવા મળે તે છે.
ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) ના મુખ્ય લક્ષણો:-
- હળવો પેટનો દુખાવો થવો
- કબજિયાત રહેવી
- વારંવાર ઝાડા થવા
- યોગ્ય રીતે ઊંઘ ન આવવી
- થાક અને માથાનો દુખાવો થવો
- પેટમાં બળતરા થવી કે એસિડિટી થવી
- ચીડિયાપણું જોવા મળવું
- મૂડ પરિવર્તન થવું
- વાતાવરણ સાથે અનુકૂળ ન થવું
- ગુસ્સો આવવો
- જમવાની ઈચ્છા ન થવી
આ બધાને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમના લક્ષણો કહી શકાય. કેટલાક લોકોમાં આ સમસ્યા આજીવન હોય છે. એવું નથી કે તેની સારવાર કરી શકાતી નથી, તેની સારવાર પણ કરી શકાય છે.
ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) કેમ થાય છે ?
- ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (Irritable bowel syndrome) માં ચેતા, સ્નાયુઓ અને સેરોટોનિન જેવા રસાયણોના કામમાં નાના ફેરફારો થાય છે. જે મોટા આંતરડાના સંકુચનને શક્ય બનાવે છે. ચેતા અને ચેતાપ્રેષકોની પ્રવૃત્તિમાં આ નાના ફેરફારો કોઈપણ પરીક્ષણ દ્વારા શોધી શકાતા નથી. જેથી પેટની આ બીમારી વિશે જાણી શકીએ.
- નર્વસ સિસ્ટમનું મુખ્ય નિયંત્રણ મગજમાં છે. તેથી ડિપ્રેશન, તણાવ, ચિંતા, અનિદ્રા વગેરે પણ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમનું કારણ બને છે અને જ્યારે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોય ત્યારે આ બધું પણ થાય છે. તેથી, દર્દીની સારવાર મગજની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કરવી પડે છે.
- ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ માટે કરાવવામાં આવતા પરીક્ષણો :
- લોહી, પેશાબની તપાસ
- સોનોગ્રાફી
- એન્ડોસ્કોપી
- સિટી સ્કેન વગેરે તમામ પરીક્ષણો આ માનસિક બીમારીમાં સામાન્ય છે પરંતુ અન્ય રોગોની શક્યતા જોવા માટે ડોક્ટર દ્વારા આ પરીક્ષણો જરૂરી હોઈ શકે છે. જો તમામ ટેસ્ટ સામાન્ય હોય પરંતુ લક્ષણો હોય તો તેને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કહી શકાય.
ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) માટે કરવામાં આવતી સારવારો :-
- સારવાર મુખ્યત્વે ન્યુરોટ્રાન્સમીટર, મગજ પર આધારિત છે.
- માનસિક અસ્વસ્થતા અથવા ડિપ્રેશન માટે દવાઓ થોડા મહિનાઓ માટે લેવી પડી શકે છે.
- કેટલીક વાર દવા વિના સારવાર શક્ય છે. કારણ કે આ રોગ જીવન માટે ખતરો નથી. તેથી તેને દવા વગર પણ સુધારી શકાય છે.
- ડિપ્રેશન, હતાશા, ચિંતા, ટેન્શન, તણાવ આને અનિદ્રા વધુ હોય ત્યારે દવાઓ જરૂરી છે.
- કસરત, જિમ, યોગ, રમતગમત વગેરે પણ તેના ઉપાયો છે. જે તણાવ ઘટાડે છે. જેના કારણે તે તેમના આંતરડાના સંકુચનમાં મદદ કરે છે. પેટમાં દુખાવો કે પેટની માનસિક બીમારી ઘટાડે છે.
- ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ ધરાવતા લોકો માટે કસરત થોડા અઠવાડિયામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
- ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળે છે. પ્રાણાયામ કરવાથી પણ પેટની આ બીમારીને દૂર કરી શકાય છે.