રાજકોટઃરાજકોટના રેલવે વિભાગમાં PSI તરીકે ફરજ બજાવતા બલરામ ચૌધરી છેલ્લા 20 દિવસથી ઘરે કોઈને (PSI of RPF harassing By high officials)કહ્યા વગર ચાલ્યા ગયા હતા. જ્યારે આ મામલે તેમની પત્ની દ્વારા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં તેઓએ પતિ મિટિંગમાં જવાનું કહીને ગયા બાદ હજુ સુધી ઘરે આવ્યા ન હતા, જે 20 દિવસ બાદ પરત ફર્યા (psi of rajkot rpf returned) હતા.
ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી ઘર છોડીને ગયેલા રાજકોટ RPFના PSI પરત આવ્યા આ પણ વાંચો:Pre Budget 2022 : રાજકોટ એન્જીનીયરીંગ ઉદ્યોગને બુસ્ટર આપવા એક્સપોર્ટ ઇનસેન્ટિવ જરૂરી
ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઇ હતી ફરિયાદ
રાજકોટ RPFના PSI અચાનક 20 દિવસ પહેલા પોતાની પત્નીને મીટિંગમાં જવાનું કહીને જતા રહ્યા હતા. ત્યારબાદ 10 દિવસ જેટલો સમય વીત્યા હોવા છતાં બલરામ ચૌધરી ઘરે નહીં આવતા તેમના પત્ની દ્વારા આ અંગેની જાણ ભક્તિનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી, ત્યારબાદ પત્ની દ્વારા મીડિયામાં આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, કે તેમના પતિને ફરજ દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓ ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ અચાનક ક્યાંય જતા રહ્યા છે. રેલવે પોલીસ કર્મીના પત્ની દ્વારા ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપો કરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.
આ પણ વાંચો:MD of PGVCL Rajkot: PGVCLના MDના નામે કર્મચારીને ધમકી આપ્યાનો ઓડિયો વાયરલ, MDએ આપી સ્પષ્ટતા
20 દિવસ બાદ PSI પોતાના ઘરે આવ્યા
બલરામ ચૌધરી પોતાના ઘરેથી ગયાના 20 દિવસ બાદ ફરી ઘરે ફર્યા હતાં, જ્યારે પતિ પરત ફરતા પરિવારજનો દ્વારા પણ હાશકારો અનુભવાયો હતો. આ સમગ્ર મામલે બલરામ ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ડી.એસ.સી. પવનકુમાર શ્રીવાત્સવ, આઇ.જી. પવિણચંદ્ર સિન્હા સહિતના ઉચ્ચ અધિકારીઓ રજા મંજૂર નહી કરી નોકરીમાં હેરાન કરી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ ઘર છોડીને આબુ રોડ નજીક જંગલમાં જતા રહ્યા હતા. PSIએ આ ત્રાસ આપતા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી નહિ કરવામાં આવે તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી.