ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં સર્વિસ રિવોલ્વર વડે સગર્ભા પત્નીની હત્યા મામલે PSIને આજીવન કેદ

રામનાથ પરા પોલીસ લાઈનમા રહેતા અને PSI તરીકે ફરજ બજાવતા હિરેનસીંહ પરબતસિંહ પરમારે આઠેક વર્ષ પહેલા તેની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારી તેની સગર્ભા પત્ની રસીલાબેનની હત્યા કરવા અંગેનો કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જેમાં વધુ ૩ આરોપી મૃતકના સસરા, જેઠ, નણંદને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. જ્યારે આરોપી PSIને આ મામલે આજીવન સજા ફટકારવામાં આવી છે.

By

Published : Mar 21, 2021, 12:19 PM IST

રાજકોટ
રાજકોટ

  • એક જ વર્ષમાં પરિવારના ત્રાસથી પત્નિ પિયર જતી રહી હતી
  • PSIએ સર્વિસ રિવોલ્વોરથી કરી સગર્ભા પત્નિની હત્યા
  • સસરા, નણંદ અને જેઠ નિર્દોષ, પતિને આજીવન કેદ

રાજકોટ: 23 માર્ચના રોજ રાત્રીના 1:30 વાગ્યા દરમિયાન આરોપી હિરેનસિંહ, સસરા પરબતસિંહ પરમાર, નણંદ મીનાબેન પરબતસિંહ પરમાર અને જેઠ વિજયસિંહ પરબતસિંહ પરમારે મૃતક રશ્મિબેનના ચારિત્ર પર શંકા કુશંકા રાખતા હોવાથી લગ્નના 1 વર્ષના ગાળામાં આરોપીના ત્રાસથી કંટાળી મૃતક પોતાના પિયર જતા રહ્યા હતા. તે બાદ આરોપીએ સમાધાન કરી મૃતકને ફરી બોલાવ્યા હતા. ત્યા ચારિત્ર પર શંકા કરી ક્વાટરમાં પુરી પતિ નોકરીએ ગયો હતો અને નોકરી પુરી કરી ઘરે આવી ઝઘડો કરી મારકુટ કરતાં સર્વિસ રિવોલ્વોરથી ફાયરીંગ કરી મારી નાખ્યાની ફરિયાદ મૃતકના ભાઈ ભગવતસિહ મસરીભાઈએ A ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

PSI હિરેનસીંહ પરબતસિંહ પરમાર

આ પણ વાંચો:બેંગ્લુરૂમાં ખજાના માટે પતિએ કરી પત્નીની હત્યા

PSIએ સર્વિસ રિવોલ્વરથી કરી હતી પત્નીની હત્યા

સમગ્ર બનાવને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ થતા અદાલતમાં કેસની કાર્યવાહી ચાલેલ, જેમાં ફરિયાદ પક્ષ તરફથી એવી રજુઆત કરવામાં આવેલ કે હતી કે આરોપી હિરેનસિંહ પોલીસ ઓફિસર હોવાથી કાયદાનું પાલન કરવા બંધાયેલા હોવા છતા કાયદાની બીક રાખ્યા વગર પોતાની જ સર્વિસ રિવોલ્વરથી પોતાની પત્નીને નિર્દય રીતે સગર્ભા હાલતમાં ક્રૂર રીત મારી નાખી પુરાવાનો નાશ કરી જયા સુધી ગુજરનારના અંતિમ શ્વાસ પુરા ન થઈ જતા ત્યા સુધી તેની કોઈ સારવાર ન કરી મૃત્યુ થઈ ગયા બાદ ગુજરાનારને સારવાર અપાવવાનું નાટક કરી પોતે પત્ની રશ્મિબેનુ ખુન કર્યાના ગુનામાંથી છટકવા માટે પુરાવાનો નાશ કર્યાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો:ભાવનગરમાં પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિને આજીવન કેદ

ABOUT THE AUTHOR

...view details