- રાજકોટમાં મહિલા કોંગ્રેસે મોંઘવારી (Protest of Inflation)નો વિરોધ કર્યો
- મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ શાકભાજીનો હાર ગળામાં પહેરી વિરોધ દર્શાવ્યો
150 ફૂટ રીંગ રોડ પર આવેલા બાબાસાહેહ આંબેડકર ચોક નજીક કરાયો વિરોધ
રાજકોટઃ શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ચોક નજીક રાજકોટ મહિલા કોંગ્રેસ (Rajkot City Congress Women) દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન (Protest of Inflation) યોજવામાં આવ્યું હતું, જેમાં શહેર મહિલા પ્રમુખ મનીષા વાળા સહિત મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી. જ્યારે શાકભાજીના ભાવ વધતા હોવાના કારણે મહિલા કોંગ્રેસ દ્વારા ડુંગળી ભીંડા જેવા શાકભાજીના હાર બનાવીને ગળામાં પહેરીને આ ભાવ વધારાનો પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
દેશમાં દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો (Rise in petrol-diesel prices) થઈ રહ્યો છે, જેને લઈને દરરોજ વાહનો લઈને અપડાઉન કરતા લોકોનું બજેટ ખોરવાયું છે. જ્યારે ખાદ્ય તેલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મોંઘવારીને મધ્યમ અને ગરીબ વર્ગના હાલ મુશ્કેલીમાં મૂકાયો છે. આ અંગે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમ જ તેલના ડબ્બા અને સાઈકલ સાથે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોંઘવારીએ માઝા મૂકી હોય જેને લઈને કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ મોંઘવારી મુદ્દે રસ્તા ઉપર ઉતરી હતી.