ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ડોક્ટર આંબેડકરનું ચિત્ર મુકવા અંગે વિરોધ, પૂર્વ વિપક્ષી નેતા સહિતના આગેવાનોની અટકાયત - આગેવાનોની અટકાયત

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા (Vashram Sagathiya) સહિત આજે કોંગ્રેસ દલિત આગેવાનો મનપા કમિશ્નરની કચેરી ખાતે ધરણાં પર બેસવાના હતા. જ્યારે આ ધરણાં કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ રાજકોટ પોલીસ (Rajkot police) દ્વારા પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી દલિત આગેવાનોની અટકાયત કરી હતી.

રાજકોટ
રાજકોટ

By

Published : Jul 26, 2021, 2:08 PM IST

  • રાજકોટમાં ડોક્ટર આંબેડકરનું ચિત્ર મુકવા અંગે વિરોધ
  • પૂર્વ વિપક્ષી નેતા સહિતના આગેવાનોની અટકાયત
  • ધરણાં કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ અટકાયત

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા (Vashram Sagathiya) સહિત આજે કોંગ્રેસ દલિત આગેવાનો મનપા કમિશ્નરની કચેરી ખાતે ધરણાં પર બેસવાના હતા. જ્યારે આ ધરણાં કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ રાજકોટ પોલીસ દ્વારા પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી દલિત આગેવાનોની અટકાયત કરી હતી. જે સમયે પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે થોડા સમય માટે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. તમામ નેતાઓને અટકાવીને રાજકોટ એ ડિવિઝન પોલીસ (Rajkot A Division Police) મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. મનપા કચેરીમાં કોંગી આગેવાનો દ્વારા વિરોધનો કાર્યક્રમ આપવામાં આવતા થોડા સમય માટે કચેરી ખાતે આવતા અરજદારોમાં કુતૂહલ સર્જાયું હતું.

પૂર્વ વિપક્ષી નેતા સહિતના કોંગી આગેવાનોની અટકાયત

રાજકોટ મનપા દ્વારા ગત 18-04-2017ના રોજ ડો. બાબા સાહેબ આંબેડકરના તૈલી ચિત્ર મુકવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવનો આજદિન સુધી અમલ કરવામાં આવ્યો નહોતો. જેને પગલે મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના કોંગી દલિત આગેવાનો આજે મનપા કમિશ્નરની ચેમ્બરમાં ધરણાં યોજવાના હતા પરતું આ ધરણાંનો કાર્યક્રમ કોંગી દલિત આગેવાનો યોજે તે પહેલા જ પોલીસ દ્વારા આ તમામ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે કોંગી નેતાઓ અને પોલીસ વચ્ચે થોડા સમય માટે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

કાર્યક્રમ માટે માંગવામાં આવી હતી મંજૂરી

પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના દલિત આગેવાનો દ્વારા બાબા સાહેબના ચિત્ર અને પ્રતિમા અંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ મનપા કમિશ્નર પાસે બે ધરણાં યોજવાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ અધિકારી દ્વારા આ ધરણાં અંગેની મંજૂરી આપવામાં આવી ન હતી. જેને લઈને કોંગી આગેવાનો આજે મનપા કમિશનર ચેમ્બરમાં જ ધરણાં યોજવાના હતા. આ ધરણાં યોજાય તે પહેલાં જ મનપાના વિજિલન્સ સ્ટાફ અને પોલીસ દ્વારા તમામ કોંગી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી તેમજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:ચોમાસું સત્ર વચ્ચે આજથી જંતર-મંતર ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

ભાજપે બહુમતીના જોરે દરખાસ્ત મંજૂર કરી: સાગઠિયા

રાજકોટ મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા આ સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ દ્વારા બહુમતીના જોરે ડોક્ટર બાબા સાહેબનું તૈલી ચિત્ર મુકવાનો ઠરાવ કર્યો હતો. જેને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું. ત્યારે આ વાતને ચાર વર્ષ વીત્યા છતાં પણ મનપા દ્વારા ઠરાવ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા કોંગી આગેવાનો અને દલિત નેતાઓ દ્વારા વિરોધના ભાગરૂપે ધરણાં કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

પૂર્વ વિપક્ષી નેતા સહિતના આગેવાનોની અટકાયત

આ પણ વાંચો:પેગાસસ મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારા આવતીકાલે કરશે વિરોધ

ABOUT THE AUTHOR

...view details