ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કત વિવાદ, 31મીએ મહત્વની સુનાવણી - Inherited property

રાજકોટ શહેરના રાજવી પરિવાર વચ્ચે વારસાઈ મિલકતને લઈને જે વિવાદ શરૂ થયો હતો. તેની આજે સુનાવણી થઇ હતી. જેની મહત્વની સુનાવણી 31 ઓગસ્ટના થશે. રાજવી પરિવારમાં વારસાઈ મિલકતનો આ વિવાદ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે હવે આ કેસના ચુકાદા પર સૌકોઈની નજર છે.

રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કત વિવાદ, 31મીએ મહત્વની સુનાવણી
રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કત વિવાદ, 31મીએ મહત્વની સુનાવણી

By

Published : Aug 23, 2021, 5:15 PM IST

  • રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કત વિવાદ
  • મિલ્કત વિવાદવની 31મીએ મહત્વની સુનાવણી
  • વારસાઈ મિલકતને લઈને થયેલો વિવાદ શહેરભરમાં ચર્ચાનો વિષય

રાજકોટઃશહેરના રાજવી પરિવાર વચ્ચે વારસાઈ મિલકતને લઈને જે વિવાદ શરૂ થયો હતો. જેની આજે વધુ સુનાવણી થઇ હતી. જે રાજકોટના રાજવી માંધાતાસિંહની વિરુદ્ધ તેમની બહેન અંબાલિકા દેવીએ કેસ કર્યો હતો. જેની આજે રાજકોટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ હતી. જેનો ચુકાદો આવવા પર છે. જ્યારે સિવિલ કોર્ટમાં આગામી 31 ઓગસ્ટની મુદ્દત આપવામાં આવી છે. જોકે રાજવી પરિવારમાં વારસાઈ મિલકતને લઈને વિવાદ થતાં આ વિવાદ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે હવે આ કેસના ચુકાદા પર સૌકોઈની નજર છે.

આ પણ વાંચો:અયોધ્યામાં 10 મિનિટમાં 2 કરોડની જમીન 18.50 કરોડની કેવી રીતે થઈ: ડૉ. પ્રવિણ તોગડીયા

1500 કરોડની વારસાઈ મિલ્કતનો વિવાદ

1500 કરોડની વારસાઈ મિલ્કતનો વિવાદ અંબાલિકાદેવીએ પોતાના ભાઈ અને હાલમાં રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ વારસાઈ મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના અંગેનો કેસ કર્યો છે. રાજવી પરિવારમાં રૂપિયા 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તેમજ મિલકત વહેંચણી મામલે છેલ્લા એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે. આ સમગ્ર પ્રક્રિયાએ હવે કાયદાકીય સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ તેની સુનાવણી કોર્ટમાં હાલ શરૂ છે. જે હવે અંતિમ તબક્કા સુધી પહોંચી છે.

આ પણા વાંચો:આસ્થાનો વિવાદ : સોમનાથના ત્રિવેણી સંગમમાં અસ્થિ વિસર્જન પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું, મામલો ગરમાયો

રાજવી પરિવાર વચ્ચે શુ હતો વિવાદ

રાજકોટના નામદાર ઠાકોર સાહેબ માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા વિરુદ્ધ તેમની બહેન દ્વારા વારસાઈ મિલ્કતને લઈને કેસ કરવામાં આવ્યો છે. હાલમાં ઝાંસી સ્થિત તેમના જ સગા બહેન અંબાલિકા દેવીએ આ કેસ કર્યો છે. જેમાં રાજકોટના માધાપર અને સરધારમાં આવેલી એક મિલકતને લઇને આ વિવાદ સામે આવ્યો છે. અંબાલિકા દેવી દ્વારા કેસમાં જણાવામાં આવતું છે કે, વડિલોપાર્જીત મિલકતનો વહીવટ માધાતાસિંહ અન્ય વારસદારોને વિશ્વાસમાં લીધા વગર કરે છે. જેને લઈને આ કેસ કરવામાં અવ્યો છે. જે કેસની સુનાવણી હાલ રાજકોટ કોર્ટમાં શરૂ છે.

ABOUT THE AUTHOR

...view details