રાજકોટઃરાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશનને પ્રોત્સાહન( Promotion of vaccination in Rajkot ) મળે તે માટે તા. 04-12-2021 થી તા 10-12-2021 સમયગાળા દરમ્યાન વેક્સીનનો બીજો ડોઝ લેનારા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.50 હજાર સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રોથી(Rajkot Smartphone Mobile Lucky Draw ) વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે. તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સીનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ. 21 હજારનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. તેમ જાહેર કરવામાં આવેલ જે અનુંસધાનેઆજે મનપાના પદાધિકારીઓ દ્વારા ડ્રો યોજવામાં આવ્યો હતો.
લાભાર્થીને રૂ.50 હજારનો સ્માર્ટ ફોન આપવામાં આવ્યો
મનપા (Rajkot Municipal Corporation )દ્વારા આજે કોમ્પુટરરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. જેના લક્કી ડ્રોમાં મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાનું નામ જાહેર થયું હતું. જ્યારે સૌથી વધું વેકસીનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર પસંદ થયું હતું. ત્યારે લકકી ડ્રો અનુંસધાને વિજેતા લાભાર્થી મનુભાઈ અમૃતભાઈ લોલાડીયાને મેયર, કમિશનર તથા પદાધીકારીઓના હસ્તે સ્માર્ટ ફોન (ઈલેવન એપલ)આપવામાં આવ્યો હતો. તેમજ સૌથી વધું વેકસીનેશનની કામગીરી માટે નાનામવા આરોગ્ય કેન્દ્ર ટીમને રૂ.21 હજારનું રોકડ પુરુષ્કાર પણ આપવામાં આવ્યું હતું.