- BIS દ્વારા રાજકોટની સોની બજારમાં હોલમાર્ક ચકાસણી હાથ ધરાઈ
- માર્ગદર્શન સાથે તેમના દસ્તાવેજોની ચકાસણી કરી
- સરકાર દ્વારા દાગીના પર હોલમાર્કને ફરજિયાત કરાયો હતો
રાજકોટ:દેશમાં સોનાના દાગીનાનાં વેચાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા દાગીના પર હોલમાર્કને ફરજિયાત કરવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટ BIS ( Bureau of Indian Standards ) ની કચેરી દ્વારા શહેરની સોની બજારમાં આવેલા અલગ અલગ હોલમાર્કના કેન્દ્રો પર અચાનક ચકાસણીની કરવામાં આવી હતી. તેમજ મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જોકે BISની ટિમ દ્વારા સોની બજારમાં આવેલા કેન્દ્રોની અચાનક મુલાકાત લેવામાં આવતા સોની વેપારીઓમાં પણ થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો:રાજકોટ સહિતના જિલ્લામાં 46 સસ્તા અનાજની દુકાનોને ફટકારાઇ નોટિસ
સોની બજારમાં આવેલ હોલમાર્ક કેન્દ્રની કરી ચકાસણી
BISની ટિમ દ્વારા રાજકોટ સોની બજારમાં આવેલા હોલમાર્કિંગ કેન્દ્ર ચલાવતા સંચાલકોની મુલાકાત દરમિયાન યોગ્ય અને જરૂરી માર્ગદર્શન સાથે તેમના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. આ સાથે જ આ મામલે આગામી દિવસોમાં સોની વેપારીઓને પડનાર મુશ્કેલી અંગે વાકેફ કર્યા હતા. હાલમાં રાજકોટમાં 5 જેટલા સોનાના દાગીનાને હોલમાર્ક કરતા કેન્દ્રો આવેલા છે અને તેની 2 સભ્યોની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી.