- રાજકોટની ખાનગી હોસ્પિટલને કોરોનાની રસી આપવાની મંજૂરી
- પ્રતિ વ્યક્તિ અંદાજિત રૂપિયા 1250નો ચાર્જ લેવાશે
- મજૂરો માટે પેઈડ વેક્સીનેશન માટે વ્યવસ્થાની વિચારણા
રાજકોટઃ કોરોનાની બીજી લહેર દરમિયાન મોટાભાગના લોકો કોરોનાની ઝપટમાં આવ્યા હતા. તેમજ કોરોનાના કારણે ઘણા લોકોને મૃત્યુ પણ થયા છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા બને એટલું વહેલું રસીકરણ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમે લઈને હવે ખાનગી હોસ્પિટલોમા ઓન આગામી દિવસોમાં કોરોનાની રસી આપવામાં આવશે. જેને લઇને એચસીજી હોસ્પિટલને રસીકરણની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Impact : ભાવનગરના સ્મશાનને મળ્યા 100 મણ લાકડા, પણ અગાઉના 1000 મણનો કોઈ હિસાબ નથી
પ્રતિ વ્યક્તિ અંદાજિત રૂપિયા 1250નો ચાર્જ
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં કોરોના વેકિસનેશન માટે પ્રતિ વ્યક્તિ અંદાજિત રૂપિયા 1250નો ચાર્જ નક્કી કરાયો છે. રસી અપાયા બાદ તે ચૂકવવાનો રહેશે. આ અંગે 18 થી 44 વર્ષની વયના લોકોએ વેકસીન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જ્યારે 45 વર્ષથી વધુની વયના લોકો માટે સ્થળ પર જ રજિસ્ટ્રેશન માટેની છૂટ આપવામાં આવી છે. જેને લઈને રાજકોટ શહેરમાં વહેલાસર લોકોને કોરોનાની રસી અપાવી શકાય છે.
મજૂરોના રસીકરણ માટે ઉદ્યોગપતિઓની બેઠક
રાજકોટમાં તમામ લોકોનું રસીકરણ થાત તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં મજૂરોના રસીકરણ માટે આજે ઉદ્યોગપતિઓની એક બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં ઉદ્યોગપતિઓ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સંગઠનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ કારખાનાના મજૂરોને તેના માલિક દ્વારા પેઈડ વેક્સીનેશન માટે વ્યવસ્થા કરવા જણાવાયું હતું.