- મધ્યસ્થ જેલના કેદીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા
- મેલેરિયાની સારવાર દરમિયાન મોત થયું હોવાનું ડૉક્ટરે જણાવ્યું
- 2 કેદીઓને 16 તારીખે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
રાજકોટઃ દિવાળી (Diwali) બાદ મચ્છરજન્ય રોગચાળા (Mosquito epidemic)માં વધારો થયો છે, ત્યારે હવે મચ્છરજન્ય રોગચાળો રાજકોટ મધ્યસ્થ જેલ (Rajkot Central Jail) સુધી પહોંચ્યો છે. રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ (Prisoners of Rajkot Central Jail)ને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક કેદીનું મોત થયું છે. આ કેદીનું મોત મેલેરિયા (Malaria)ની સારવાર દરમિયાન થયું હોવાનું હૉસ્પિટલ (Hospital)ના ડૉક્ટર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
2 કેદીઓને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
આ ઉપરાંત બીજો દર્દી હજુ પણ સારવારમાં છે. રાજકોટ જેલ (Rajkot Jail)ના કેદીનું મેલેરિયાના કારણે મોત થવાને લઈને જેલ પ્રશાસન (Prison administration) પણ સક્રિય થયું છે, જ્યારે આ મૃતક કેદી મૂળ રાજસ્થાન (Rajasthan)નો વતની છે અને તે એક કાચા કામનો કેદી હતો. હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મધ્યસ્થ જેલના 2 કેદીઓને ગત તારીખ 16 નવમ્બરના રોજ રાજકોટ સિવિલ હૉસ્પિટલ (Rajkot Civil Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા.
નીતિશનું મોત થતાં જેલ તંત્રમાં દોડધામ