- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું રાજકોટમાં નિર્માણ થઇ રહ્યું
- સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરોમાં રાજકોટનો સમાવેશ કરાયો
- પ્રજોક્ટનું નિરક્ષણ કરવા વડાપ્રધાન મોદી 25 જૂને રાજકોટ આવશે
રાજકોટ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project)માંથી એક એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટ (Light house project) જેનું રાજકોટમાં નિર્માણ થઇ રહ્યું છે. તેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરવાના છે. આ લાઈટ હાઉસ પ્રોજેકટ અંતરગ રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં આવાસ યોજના બનાવવામાં આવી રહી છે.
યોજનાનું ભૂમિ પૂજન પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું
આ આવાસ યોજનાનું ભૂમિ પૂજન પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી શુક્રવારના રોજ વડાપ્રધાન મોદી ડ્રોન વડે લાઈટ હાઉસ પ્રોજેક્ટ (Light house project)નું નિરીક્ષણ કરશે. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક પણ યોજશે. સમગ્ર દેશમાં માત્ર 6 શહેરોમાં જ આ લાઈટ લાઈટ હાઉસ પ્રોજેક્ટ(Light house project) હેઠળ અતિ અધિકારી સિસ્ટમ (System) વડે આવાસો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજકોટનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરોમાં રાજકોટનો સમાવેશ
કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ (Ministry of Housing and Urban Affairs Department) દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી (Technology) વિશે અભ્યાસ કરવામાં આવેલા તેમજ ભારતમાં અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલી છે. આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ (Global Housing Technology Challenge) - લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો : પીએમ મોદીએ રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ ખાતમુહૂર્ત કર્યું
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણૂંક કરાઇ
ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 6 શહેરોમાં 6 જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે. સમગ્ર કામગીરી MOUHA (Ministry of Urban and Housing Affairs)ના વડપણ હેઠળ BMTPC (Building Materials and Technology Promotion Council) દ્વારા કરવામાં આવવાની છે. જેમાં ગુજરાત સરકાર (Government of Gujarat) તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવવાની છે.
મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરાશે