ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ એઈમ્સનું વડાપ્રધાન મોદીએ કર્યું ઇ-ખાતમુહૂર્ત, વર્ષ 2022 સુધીમાં થશે નિર્માણ - cm vijay rupani

ગુજરાતની પ્રથમ એવી એઈમ્સ હોસ્પિટલનું ગુરુવારે રાજકોટ ખાતે વડાપ્રધાન મોદીએ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતુ. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, રાજયપાલ, તેમજ સાંસદ સભ્યો અને ધારાસભ્યો સહિતના 500 કરતા વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ એઇમ્સના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

રાજકોટ એઈમ્સનું વડાપ્રધાન મોદીએ કર્યું ઇ-ખાતમુહૂર્ત
રાજકોટ એઈમ્સનું વડાપ્રધાન મોદીએ કર્યું ઇ-ખાતમુહૂર્ત

By

Published : Dec 31, 2020, 4:27 PM IST

  • રાજકોટ એઈમ્સનું વડાપ્રધાન મોદીએ કર્યું ઇ-ખાતમુહૂર્ત
  • વર્ષ 2022 સુધીમાં થઈ જશે એઈમ્સનું નિર્માણ
  • ભારતમાં સૌથી મોટું રસીકરણ અભિયાન યોજાશે

રાજકોટઃ ગુજરાતની પ્રથમ એવી એઈમ્સ હોસ્પિટલનું ગુરુવારે રાજકોટ ખાતે વડાપ્રધાન મોદીએ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતુ. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, રાજયપાલ તેમજ સાંસદ સભ્યો અને ધારાસભ્યો સહિતના 500 કરતા વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ એઇમ્સના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

રાજકોટ એઈમ્સનું વડાપ્રધાન મોદીએ કર્યું ઇ-ખાતમુહૂર્ત
વર્ષ 2022 સુધીમાં થઈ જશે એઈમ્સનું નિર્માણ

રાજકોટના પરાપીપડીયા ખાતે કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતની આ પ્રથમ એઈમ્સનો 31 ડિસેમ્બરે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને એઈમ્સનું ઇ-ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતુ. જેમાં વડાપ્રધાન મોદીએ દિલ્હીથી એઇમ્સનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યારે મુખ્યપ્રધાન રૂપાણી અને ડેપ્યુટી સીએમ સહિતના મહાનુભાવો સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતાં. આગામી વર્ષ 2022 સુધીમાં એઈમ્સનું નિર્માણ થઈ જશે.

રાજકોટ એઈમ્સનું વડાપ્રધાન મોદીએ કર્યું ઇ-ખાતમુહૂર્ત

2020નું વર્ષ હેલ્થ ચેલેન્જનું રહ્યું, વર્ષ 2021 સોલ્યુશનનું: મોદી

વડાપ્રધાન મોદીએ એઈમ્સના ખાતમુહૂર્ત બાદ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, 2020નું વર્ષ સ્વાસ્થય માટે પડકાર ભર્યું રહ્યું છે. પરંતુ ટુંક સમયમાં કોરોનાની વેક્સીન આવી જશે એટલે આગામી 2021નું વર્ષ નિવારણ માટેનું રહેશે. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં નવુ સૂત્ર પણ આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, હવે આગામી સમયમાં દવાઓ સાથે કડકાઈ પણ જરૂરી છે. એલટે કે દવા પણ અને કડકાઈ પણ 2021નું સૂત્ર રહશે.

ભારતમાં સૌથી મોટું રસીકરણ અભિયાન યોજાશે

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન યોજાશે. જેમાં આગામી દિવસોમાં કોરોનાની વેકસીન આપવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોરોના વેકસીન આવશે એટલે આ અભિયાન શરૂ કરવામાં આવશે. પીએમ મોદીએ ભાષણ દરમિયાન ભારતમાં આગામી દિવસોમાં કોરોના વેકસીન વહેલી આવશે તેવો સંકેત પણ આપ્યો હતો.

એઇમ્સના કારણે 5 હજાર રોજગારીનું થશે નિર્માણ

ગુજરાતમાં રાજકોટ ખાતે એઇમ્સનું નિર્માણ થવાનું છે. ત્યારે આગામી દિવસોમાં એઇમ્સ થકી 5 હજાર રોજગારીનું નિર્માણ થશે. જેમાં મુખ્યત્વે હોસ્પિટલમાં ડોક્ટર, સ્પેશિયલ ડોક્ટર, નર્સ, સહિતના સ્ટાફની અંદાજીત 5 હજાર જેટલી રોજગારીનો લાભ મળશે. જ્યારે એઇમ્સ થકી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોના વિકાસની ગતિ પણ વધશે.

એઇમ્સ માટેની મેડીકલ કોલેજ શરૂ કરાઇ

રાજકોટમાં એઇમ્સનું નિર્માણ થવાનું છે. ત્યારે એઇમ્સ પહેલા જ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ વર્ષમાં 50 જેટલા MBBSના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યુ છે. તેમજ 17 અધ્યાપકોની પણ ભરતી કરવામાં આવી છે. જ્યારે મેડિકલ કોલેજ શરૂ ન થાય ત્યાં સુધી એઇમ્સના વિદ્યાર્થીઓ રાજકોટ મેડીકલ કોલેજ ખાતે બેસે તે માટેની વ્યવસ્થા અગાઉ જ ગોઠવમાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details