ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના કારણે 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો

કોરોનાની માઠી અસર મધ્યમ વર્ગને મોંઘવારીના રૂપમાં પડી રહી છે. ત્યારે, ગયા વર્ષ કરતા આ વર્ષે ખાદ્ય તેલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. આ ઉપરાંત, છેલ્લા 8 દિવસમાં 30થી 40 રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તેલના વેપારીઓનું કહેવું છે કે, આગામી 2 મહિના સુધી તેલના ભાવમાં વધારો થઈ શકે છે.

કોરોનાના કારણે 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો
કોરોનાના કારણે 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો

By

Published : May 10, 2021, 5:50 PM IST

  • કોરોનાના કોરણે મધ્યમ વર્ગને મોંઘવારીનો માર
  • એક વર્ષમાં સીંગતેલમાં ભાવમાં 700 રૂપિયાનો વધારો
  • લોકડાઉન બાદ સ્થાનિક ઉત્પાદિત તેલની માંગ વધી

રાજકોટ:કોરોના કાળે બધા પર માઠી અસર પાડી છે. ત્યારે, ઘરેલુ વસ્તુઓ સહિત સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો નોંધાયો છે. 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો થતા મધ્યમ વર્ગને મોંઘવારીનો માર સહન કરવો પડે છે. ગત વર્ષે સિંગતેલનો ડબો 2200 રૂપિયા હતો. ત્યારે, આ વર્ષે 2700ને પાર પહોંચ્યો છે. એક વર્ષમાં સીંગતેલમાં ભાવમાં 700 રૂપિયાનો વધારો નોંધાયો છે. છેલ્લા 8 દિવસમાં કપાસિયા તેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થયો છે. આથી, કપાસિયા તેલનો ડબ્બો 2450થી 2500ની સપાટીએ પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ભાવ ગત વર્ષે 1370થી 1400 રૂપિયા હતા. એક વર્ષમાં કપાસિયા તેલના ડબ્બે 1000 રૂપિયાનો વધારો થયો છે.

કોરોનાના કારણે 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો

આ પણ વાંચો:વધી રહેલા રાંધણગેસના ભાવને લઇને જૂનાગઢની મહિલાઓમાં આક્રોશ

તેલમાં ગત વર્ષ કરતા બમણો વધારો

પામોલોન તેલના ભાવ 2100 રૂપિયા ભાવ છે. જે ગયા વર્ષે 1150થી 1200 રુપિયા ભાવ હતો. પામોલિન તેલમાં પણ એક વર્ષમાં 1000 રૂપિયાનો વધારો થયો છે. સનફલાવર તેલના ડબ્બાનો ભાવ 2700 રૂપિયા પહોંચ્યો છે. જ્યારે, ગત વર્ષે 1500 રૂપિયા ભાવ આંકવામાં આવ્યો હતો. એક વર્ષમાં સનફ્લાવર તેલમાં 1200 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં પિલાણ માટે મજુરોની અછત અને યાર્ડ બંધ હોવાથી પીલાણ માટે મગફળી કે કપાસિયાના અભાવના કારણે પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, ચોમાસુ નજીક આવતા ખેડુતો દ્વારા સીંગદાણા અને મગફળીના બિયારણ માટે માંગ કરવામાં આવશે. આ બાદ,આગામી દિવસોમા પણ તેલના ભાવ વધી શકે છે.

આ પણ વાંચો:રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કરાયા 2 લાખથી વધુ RT-PCR ટેસ્ટ

2 મહિના સુધી ભાવ ઘટે તેવી નહિવત શક્યતાઓ

તેલના વેપારી ભાવેશ પોપટે વધુમાં જણાવ્યું હતું કે, ગતવર્ષ કરતા ડબ્બાનો ભાવ ડબલ થઈ ચૂક્યો છે. આપણો દેશ 70 ટકા તેલ બહારથી આયાત કરી રહ્યો છે. જેના કારણે બહારના દેશની પરિસ્થિતિ ખાદ્ય તેલમાં સીધી આપણા દેશ પણ અસર કરતી હોય છે. લોકડાઉન બાદ, આપણા સ્થાનિક ઉત્પાદિત તેલની માંગ વધી છે. આથી, તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હજુ 1થી 2 મહિના સુધી ભાવ ઘટે તેવી શક્યતાઓ દેખાતી નથી.

ABOUT THE AUTHOR

...view details