રાજકોટ: જિલ્લાના ગોંડલ શહેરમાં નગરપાલિકા દ્વારા આજથી દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના વોરાકોટડા રોડ ઉપર સરકારી જમીન ઉપર પાકા મકાન દુકાનો સહિતના દબાણ ખડકાઇ ગયા હતા. નગરપાલિકા દબાણકર્તાઓને નોટિસ ફટકારી હતી દબાણો દૂર કરવાનું જણાવ્યું હતું, છતાં પણ દબાણ કર્તાઓએ પોત પોતાના દબાણ દુર નહિ કરાતા કડક પોલીસ બંદોબસ્ત સાથે દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
ગોંડલમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ, ચીફ સહિત પોલીસ કર્મચારીઓ રહ્યા હાજર
ગોંડલ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ નગરપાલિકાના હાથ ધરેલી ડિમોલેશનની કામગીરીમાં ચીફ ઓફિસરે ડિમોલિશનની કામગીરી અંગે મીડિયા સામે આવવાનું માંડી વાળ્યું હતું.
આ દબાણ હટાવ કામગીરી ડેપ્યુટી કલેક્ટર, નગરપાલિકા ચીફ ઓફિસર, DYSP, LCB, PI, મહિલા પોલીસ સ્ટાફ, PSI, મામલતદાર, PGVCL સહિતના તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા હતા અને સરકારી જમીન ઉપરથી દબાણો દૂર કર્યા હતા.
બીજી તરફ નગરપાલિકાના હાથ ધરેલી ડિમોલિશનની કામગીરીમાં ચીફ ઓફિસરે ડિમોલિશનની કામગીરી અંગે મીડિયા સામે આવવાનું માંડી વાળ્યું હતું, પરંતુ ઘણા સ્થાનિક લોકોએ નોટિસ ન મળી હોવાના પણ આક્ષેપો કર્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે, ગોંડલ શહેરના કડિયા લાઈન, નાની મોટી બજાર, ટાઉન હોલ રોડ, કૈલાશ બાગ રોડ, બસ સ્ટેન્ડ રોડ, જેલરોડ, ગુંદાળા દરવાજા સહિતના પણ તમામ દબાણો દૂર કરશે કે નહીં એ પણ એક ચર્ચાનો વિષય છે.