ગુજરાત

gujarat

ETV Bharat / city

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટ એરપોર્ટથી દીવ જવા રવાના - Rajkot

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવાર બપોરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં, જ્યાં રાજકોટના કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેમને આવકાર્યા હતાં.ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં બપોરે 12.15ના સુમારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ખુશનુમા વાતાવરણમાં રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટ એરપોર્ટથી દીવ જવા રવાના થયાં હતાં
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટ એરપોર્ટથી દીવ જવા રવાના થયાં હતાં

By

Published : Dec 25, 2020, 4:27 PM IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટ એરપોર્ટથી દીવ જવા રવાના
  • રાષ્ટ્રપતિ દીવ ખાતે કરશે નાતાલની દીવમાં કરશે ઉજવણી
  • રાજકોટ એરપોર્ટ પર કરવામાં આવ્યું રેડ કાર્પેટ સ્વાગત
  • 25 થી 28 ડિસેમ્બર સુધી વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં આપશે હાજરી
  • રાષ્ટ્રપતિજીને આવકારતા કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટઃ ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા.25 થી તા.28 ડીસેમ્બર સુધી કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે જવાના છે. જે અન્વયે રાષ્ટ્રપતિ સંક્રાંતિ મુલાકાત માટે 15 મિનિટ રાજકોટ એરપોર્ટ પર ટૂંકા ઉતરાણ માટે પધાર્યા હતાં અને દીવ જવા માટે પ્રસ્થાન કર્યું હતું.

રાજકોટ એરપોર્ટ પર કરવામાં આવ્યું રેડ કાર્પેટ સ્વાગત

રાષ્ટ્રપતિની મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેકટર પી.બી.પંડયા, ડી.સી.પી મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને સિધ્ધાર્થ ગઢવી, સંયુકત માહિતી નિયામક શરદ બુંબડીયા, એરપોર્ટ ડાયરેકટર દિગંત બોરા વગેરે ઉ૫સ્થિત રહ્યાં હતાં. લેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રપતિ કોવિંદ ભારતીય વાયુ સેનાના હેલીકોપ્ટર મારફત દીવ જવા રવાના થયાં હતાં.

25 થી 28 ડિસેમ્બર સુધી વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં આપશે હાજરી
  • રાષ્ટ્રપતિ કોવિંદના આ છે કાર્યક્રમ

રાષ્ટ્રપતિ કોવિંદ આજે શુક્રવારે જલંધર બીચ સર્કિટ હાઉસનું ઉદઘાટન કરવાના છે. તો આવતીકાલે 26 તારીખે ગંગેશ્વવર મહાદેવ મંદિરે પૂજન કરીને બપોરના સાડા બાર વાગ્યા સુધીમાં દીવમાં અલગઅલગ કાર્યક્રમોમાં ખાતમુહૂર્ત કરવાના હોવાનું જાણવા મળે છે. સાંજે તેઓ એખ ફૂડકોર્ટનું પણ ઉદઘાટન કરશે. તેમ જ આઈએનએસ ખુકરી મેમોરિયલનું ઉદઘાટન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહી ભોજન સમારોહમાં ભાગ લેશે. તારીથ 27 ડીસેમ્બરે રાષ્ટ્રપતિ કોવિંદ સાંજે ઘોઘલા બીચની મુલાકાત લેશે, દીવ કિલ્લો નિહાળશે અને લાઈટ અને સાઉન્ડ શો પણ નિહાળશે. 28મીની સવારે સાડા દસ વાગે રાષ્ટ્રપતિ કોવિંદ દીવથી રાજકોટ આવવા રવાના થશે અને બપોરે રાજકોટથી દિલ્હી જવા રવાના થશે.

ABOUT THE AUTHOR

...view details