રાજકોટ : રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલની અંદર કોરોના વાયરસની ચોથી (Corona Fourth Wave) લહેરને લઈને તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી છે. હાલ પણ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર આપવા માટેની સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું (Dhoraji Government Hospital) સજ્જ પણ જણાઈ આવ્યું છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ કોરોનાની ચોથી લહેરને લઈને તંત્ર સજ્જ આ પણ વાંચો :Corona Condition in Gujarat: રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા પણ સાવધાની જરૂરી, ખરેખર શું સ્થિતિ છે?
દર્દીઓ માટે તમામ સુવિધા - ધોરાજીની આ સિવિલ હોસ્પિટલમાં રેગ્યુલર દિવસોમાં ધોરાજી તેમજ આસપાસના તાલુકા પંથકના દર્દીઓ અહીં સારવાર લેવા આવતા હોય છે. જ્યારે આ હોસ્પિટલની અંદર અગાઉ આવી ચૂકેલી કોરોનાની લહેરોમાં પણ અહીં આવતા દર્દીઓને સ્થાનિક લેવલે જ સારવાર મળી રહેતી હતી. જેથી આવનારી સંભવિત લહેરને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને સ્થાનિક લેવલે જ તમામ પ્રકારની ફરીવાર સેવાઓ અને સારવાર (Fourth Corona wave in Gujarat) મળી શકે અને વધુને વધુ સુવિધાઓ હોસ્પિટલ તરફથી મળી શકે તે માટેની પણ તૈયારીઓ જોવા મળી રહી છે.
કોરોનાની ચોથી લહેરને લઈને તંત્ર સજ્જ આ પણ વાંચો :નિષ્ણાતોએ કોરોનાની ચોથી લહેરની કરી આગાહી, આ સમયગાળા દરમિયાન આવશે ચોથી લહેર
પહેલા જેવી સેવા માટે તૈયાર - ધોરાજી સરકારી હોસ્પિટલમાં સુવિધાઓની જો વાત કરવામાં આવે તો, ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ વિભાગ તૈયાર જોવા મળ્યો છે. જેમાં 45 જેટલા બેડ પણ હાલ તૈયાર હોવાની વિગતો સામે આવી છે. અહીં કોરોનાના દર્દીઓ માટેની પણ મેડિકલની સુવિધાઓ તેમજ સંશોધન હાલ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયનએ જણાવ્યું હતું કે, જ્યારે અગાઉની લહેરોમાં પણ હોસ્પિટલ તંત્ર તેમજ સ્ટાફ તરફથી દર્દીઓને નજીકમાં તમામ પ્રકારની સેવાઓ અને સારવાર મળી રહે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત જ્યારે કોરોનાની સંભવીત ચોથી લહેરાવશે ત્યારે પણ હોસ્પિટલ સ્ટાફ તેમજ તંત્ર દર્દીઓને સારવાર આપવા માટે સજ્જ છે.
કોરોનાની ચોથી લહેરને લઈને તંત્ર સજ્જ