રાજકોટ : આગામી 28 મે નાં રોજ કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે (PM Modi visit Rajkot) લોકાર્પણ થનાર છે. હાલ આ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં અંદાજે 3 લાખથી વધારે લોકો આ તકે આવનાર હોવાથી કોઈ (PM Program in Rajkot) અવ્યવસ્થા ન થાય તે માટે કાળજી રખાઈ રહી છે. સાથે જ તમામ લોકોને પાર્કિંગ તેમજ જમવા સહિતની સંપૂર્ણ વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી રહી છે. જેમાં ગરમીનો સમય હોવાથી લોકોને ઠંડક મળે તેમજ ચાલવાનું ઓછું રહે જેવી નાની બાબતોનું પણ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
સભા માટે હેલીપેડો તૈયાર - આ અંગે વ્યવસ્થા સંભાળનાર બિલ્ડર એસો. પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે, જસદણના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું (KD Parvadia Multispeciality Hospital) 28 મે ના રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવાના છે, ત્યારે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રનાં 11 જિલ્લામાંથી ત્રણ લાખથી પણ વધુ લોકો ઉમટી પડવાના છે. આ માટે 500 વિઘા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સભા સ્થળ સુધી પહોંચવા વધુ ચાલવું પડે નહીં તે માટે સભા સ્થળની આસપાસ અને નજીક પાર્કિંગની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. વડાપ્રધાન સહિતનાં દિગ્ગજો માટે 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :2024માં ભાજપ તેલંગણામાં સરકાર બનાવશે,પરિવારવાદથી ચાલતી પાર્ટી કોઈનું ભલુ ન કરી શકે: PM મોદી