રાજકોટ- રાજકોટ લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલધામના ટ્રસ્ટમાં (Rajkot Khodaldham Temple Trust)ફરી એક વખત આંતરિક વિવાદ સામે આવ્યો છે. સોમવારે પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ (Khodaldham Trustee Ramesh Tilala) મીડિયાને જણાવ્યું હતું કે સર્વે અનુસાર નરેશ પટેલે રાજકારણમાં ન જોડાવું (Naresh Patel to Join in Politics) જોઇએ. જયારે બીજા દિવસે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ (Khodaldham Spokesperson Hasmukh Lunagariya ) આ વાતનું ખંડન કરતા કહ્યું હતું કે રમેશ ટીલાળાનું સર્વે અંગેનું નિવેદન વ્યક્તિગત છે અને ફાઇનલ રિપોર્ટ હાઇકમાન્ડને સોંપવાનો બાકી છે. ત્યારે ઉલ્લખનીય છે કે સર્વેનો રિપોર્ટ આવે તે પહેલાં જ ખોડલધામમાં મતમતાંતર (Politics in Rajkot Khodaldham) જોવા મળી રહ્યા છે.
રમેશ ટીલાળાનું સર્વે અંગેનું નિવેદન વ્યક્તિગતઃ ખોડલધામ પ્રવક્તા આ પણ વાંચોઃ Meeting in Khodaldham: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ફરી આવ્યા ચર્ચામાં, હવે કોની સાથે બેઠક કરી, જાણો
વિરોધાભાસી નિવેદનો -હાલ ખોડલધામમાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે વિરોધાભાસી નિવેદનોથી ભારે ચર્ચાઓ શરૂ થઇ છે. ત્યારે કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે રમેશભાઇ ટીલાળાએ આપેલ નિવેદન એ તેમનું અંગત નિવેદન (Politics in Rajkot Khodaldham) છે. ઉપરાંત સર્વેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. ત્યારે રિપોર્ટ હાઇકમાન્ડને આપવામાં આવશે. હજુ સુધી સત્તાવાર રિપોર્ટ (Naresh Patel to Join in Politics)આવ્યો નથી.
ખોડલધામમાં નરેશ પટેલના રાજકારણ પ્રવેશને લઇ મતમતાંતર આ પણ વાંચોઃ Naresh Patel's Decision : રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે હજુ વધુ સમય માગ્યો
ટીલાળા ખોડલધામના ટ્ર્સ્ટી પણ છે - ઉલ્લેખનીય છે કે રમેશ ટીલાળાએ નરેશ પટેલના અંગત વ્યક્તિઓમાં એક વ્યક્તિ છે અને તેઓ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. ત્યારે રમેશ ટીલાળાના નિવેદનને પ્રવક્તાએ અંગત નિવેદન ગણાવ્યું છે ખરું પરંતુ તેમના નિવેદનને (Politics in Rajkot Khodaldham) નકારી શકાતું નથી. આ મતમતાંતર બાદ ખોડલધામના સર્વેમાં શું સામે આવે તેના પર (Naresh Patel to Join in Politics) સૌ કોઇની નજર છે.