રાજકોટ: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Congress Acting President Hardik Patel) ખોડલધામ પ્રમુખ અને લેઉવા પાટીદાર આગેવાન એવા નરેશ પટેલને પત્ર લખીને કોંગ્રેસ પાર્ટીમાં (Hardik Patel invites Naresh Patel in Congress) આવવા માટેનું આમંત્રણ આપ્યું છે. તેના કારણે ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. ત્યારે નરેશ પટેલ પણ પોતાના નિવેદનમાં ઘણી વાર કહી ચૂક્યા છે કે, તેઓ પોતાના સમાજને પૂછીને રાજકારણમાં આવવા અંગેનો નિર્ણય જાહેર કરશે.
નરેશ પટેલનું લેઉવા પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પોતે લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. ત્યારે તેઓ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણમાં રહેતા પાટીદારો ઉપર ખૂબ જ મોટું પ્રભુત્વ ધરાવે છે. જ્યારે તેમની છબી પણ બેદાગ છે. તેવામાં જ્યારે કોઈ પણ નેતા રાજકોટ ખાતે આવે છે. ત્યારે નરેશ પટેલને (Khodaldham President Naresh Patel) મળવા તેમના ઘરે અથવા ખોડલધામ જાય છે. તાજેતરમાં જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નરેશ પટેલના ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. ત્યારે હાલમાં જ આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે નરેશ પટેલના ઘરે જઈને તેમની શુભેચ્છા મુલાકાત કરી હતી. હવે કોંગ્રેસના હાર્દિક પટેલે નરેશ પટેલને પાર્ટીમાં જોડાવા માટેનું ખૂલ્લું આમંત્રણ (Hardik Patel invites Naresh Patel in Congress) આપ્યું છે.
નરેશ પટેલે પણ રાજકારણ જોડાવા અંગે આપ્યું છે નિવેદન
ખોડલધામ મંદિરના પાટોત્સવ દરમિયાન નરેશ પટેલ (Khodaldham President Naresh Patel) દ્વારા રાજકારણને લઈને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમાં તેમને જણાવ્યું હતું કે, મને સમાજ જેમ કહેશે તે પ્રમાણે હું રાજકારણમાં જવા અંગેનો નિર્ણય જાહેર કરીશ. ત્યારે સમાજના લોકો મને રાજકારણમાં જવા અને લોકોની સેવા કરવા માટે કહી રહ્યા છે. જ્યારે નરેશ પટેલ દ્વારા આગામી દિવસોમાં કઈ પાર્ટીમાં જવામાં આવશે તેનો અંગેનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી. હવે હાર્દિક પટેલ દ્વારા નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે જેને લઇને ફરી એકવાર રાજ્યમાં પાટીદારોને લઈને રાજકારણ શરૂ થયું છે.
નરેશ પટેલ કોંગ્રેસના સમર્થક રહ્યાં છે: રાજકીય પંડિત
હાર્દિક પટેલે નરેશ પટેલ કોંગ્રેસમાં આવવા માટેનું (Hardik Patel invites Naresh Patel in Congress) આમંત્રણ આપવામાં આવ્યું છે. તેને લઈને ETV BHARATની ટીમે વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખ સાથે વાતચીત ( (Political Expert on Naresh Patel)) કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નરેશ પટેલના ભૂતકાળની વાત કરીએ તો તેઓ ભૂતકાળમાં કોંગ્રેસના સમર્થક (Naresh Patel Congress supporter) રહી ચૂક્યા છે. જ્યારે તેમનો ઝૂકાવ ભૂતકાળમાં કોંગ્રેસ તરફી રહ્યો હતો અને તેઓ જ્યારે રાજકોટના એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ હતાં ત્યારે તેમને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પણ મુલાકાત લીધી હતી. આમ તેઓ પહેલેથી જ કોંગ્રેસ તરફ પોતાનો ઝૂકાવ રાખતા હોવાનું દેખાઈ રહ્યું છે. જેને કારણે કદાચ હાર્દિક પટેલે નરેશ પટેલની (Hardik Patel invites Naresh Patel in Congress) પત્ર લખીને આમંત્રણ પાઠવ્યું હોઈ શકે છે.