ગુજરાત

gujarat

રાજકોટમાં દિવાળી પહેલા ગુનેગારો સામે પોલીસની લાલ આંખ, પોલીસે મુખ્ય બજારોમાં ગુનેગારોના પોસ્ટર લગાવ્યા

By

Published : Oct 30, 2021, 2:11 PM IST

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં પોલીસે બંદોબસ્તને લઈને સમગ્ર તૈયારી કરી લીધી છે. તેવામાં રાજકોટ પોલીસે (Rajkot Police) એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ વખતે પોલીસે ચોરી, લૂંટ, ચીલઝડપ, ખિસ્સાકાતરું, મોબાઈલ ચોર સહિતની ટેવ ધરાવતા આરોપીઓના ફોટોના પોસ્ટર (Accused Posters) બનાવીને તેને જાહેરમાં મૂક્યા છે, જેથી લોકો આરોપીને ઓળખી શકે. આ પોસ્ટર શહેરના વિવિધ મુખ્ય બજારમાં લગાવવામાં આવ્યા છે.

રાજકોટમાં દિવાળી પહેલા ગુનેગારો સામે પોલીસની લાલ આંખ, પોલીસે મુખ્ય બજારોમાં ગુનેગારોના પોસ્ટર લગાવ્યા
રાજકોટમાં દિવાળી પહેલા ગુનેગારો સામે પોલીસની લાલ આંખ, પોલીસે મુખ્ય બજારોમાં ગુનેગારોના પોસ્ટર લગાવ્યા

  • રાજકોટમાં દિવાળી પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • રાજકોટના મુખ્ય બજારોમાં પોલીસે પોસ્ટર લગાવ્યા
  • રાજકોટ પોલીસે આરોપીઓના ફોટોના પોસ્ટર લગાવ્યા

રાજકોટઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં તહેવાર દરમિયાન શહેરમાં ગુનાઓ બનતા અટકે તે માટે રાજકોટ પોલીસે (Rajkot Police) નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પોલીસે ચોરી, લૂંટ, ચીલઝડપ અને ખિસ્સાકાતરું, મોબાઈલ ચોર સહિતની ટેવ ધરાવતા આરોપીઓના ફોટોના પોસ્ટર જાહેરમાં મૂક્યા છે. આ પોસ્ટર શહેરના વિવિધ મુખ્ય બજારોમાં (Main Markets) લગાવવામાં આવ્યા છે. શહેરમાં દિવાળી દરમિયાન ચોરી લૂંટ સહિતના બનાવોમાં ઘટાડો થાય અને આ અંગે લોકો પણ જાગૃતિ આવે તે માટે આ પ્રકારના પોસ્ટર મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો-મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરમાં પ્રવેશ બાબતે દલિત પરિવાર પર હુમલો, પોલીસે 5 હુમલાખોરોને ઝડપી પાડ્યા

મુખ્ય બજારમાં ચોક પર લગાવાયા પોસ્ટર

રાજકોટ પોલીસે (Rajkot Police) શહેરના સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, યાજ્ઞિક રોડ, ગુંદાવાડી, પેલેસ રોડ સહિતના મુખ્ય બજારોના ચોક પર પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં ચોરી, લૂંટ, મોબાઈલ ચોર, ચીલઝડપ, સહિતની ટેવ ધરાવતા આરોપીઓના ફોટો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, આ પ્રકારના ચહેરો ધરાવતા શખ્સો દ્વારા બજારમાં કોઈ પણ પ્રકારની હલચલ કરવામાં આવે અથવા આવો કોઈ બનાવ બજારમાં દેખાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો (Police Stations) સંપર્ક કરવો છે, જેથી આ વિસ્તારમાં ચોરી સહિતના ગુનાઓ વધુ પ્રમાણમાં બનતા અટકાવી શકાય છે.

રાજકોટ પોલીસે આરોપીઓના ફોટોના પોસ્ટર લગાવ્યા

આ પણ વાંચો-દિવાળીના તહેવારમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનું સાઈકલ પર પેટ્રોલિંગ

રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ

ખાસ દિવાળીના તહેવારો દરમિયાન રંગીલા રાજકોટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સલામત રીતે આ તહેવારની મજા માણી શકે તે માટે રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા પ્રથમ વખત આ પ્રકારનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમોના પોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેને શહેરના મુખ્ય બજારમાં (Main Markets) રાખવામાં આવ્યા છે. જેના કારણે શહેરીજનો પણ આવા ઇસમોને ઓળખી શકે અને તાત્કાલિક આ પ્રકારના બનાવ બને તો બીજા તાત્કાલિક પોલીસને જાણ થાય અને પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકે તેમાટે આ કામગીરી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ પોલીસ દ્વારા આ પ્રકારનું કાર્ય કરવામાં આવતા શહેરીજનોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details