- દોરીથી ગળુ દબાવીને પિતાની હત્યા
- પિતાની હત્યા કર્યા બાદ પુત્ર ફરાર
- મિલકત અંગે પિતાની હત્યા થવાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી
જેતપુરના મોટા ગુંદાળા ગામે પિતાની હત્યાના આરોપી પુત્રને પોલીસે ઝડપ્યો
જેતપુર: સમાજમાં પૈસાની બાબતે સંબંધો ભૂલીને એકબીજાના લોહીના તરસ્યા થવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. રાજકોટના જેતપુરમાં એક પુત્રએ તેના પિતાનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ મૃતદેહને કબજે લઇને ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મકાન અને મિલકત અંગે એક પુત્રના હાથે પિતાની હત્યા થવાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.
આ પણ વાંચો:સુરતઃ પિતાની નજર સમક્ષ પુત્રની તલવારના ઘા ઝીંકી કરાઈ હત્યા
ઉશ્કેરાયેલા રાજેશે દોરી વડે પિતાને ગળાટૂંપો આપીને મારી નાખ્યા
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મોટાગુંદાળા ગામમાં મથુરભાઈ અમીપરા પરિવાર સાથે રહેતા હતા. મથુરભાઈએ પોતાના પુત્ર રાજેશને ઘર ખાલી કરવાનું કહ્યું હતુ. આ અંગે પુત્ર અને પિતા મથુરભાઈ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેણે ધીમે-ધીમે ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા રાજેશે ઘરમાંથી દોરી લાવીને પિતાને ગળાટૂંપો આપીને મારી નાખ્યા હતા.
આ પણ વાંચો:રાજકોટમાં માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી આધેડની હત્યા, પોલીસે શરૂ કરી તપાસ
આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં જ પકડી પાડ્યો
સમગ્ર ઘટનાઅંગે પોલીસને જાણ થતાં જેતપુર તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મથુરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાના આરોપી સામે ગુનો નોંધીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. હાલ આરોપી પોલીસના સકંજામાં છે.