ગુજરાત

gujarat

ETV Bharat / city

કાકા ભત્રીજી હોવાથી લગ્ન શક્ય ન હતા, બંને લોકોએ ઝેર ગટગટાવ્યું - ગુજરાતમાં ક્રાઈમ રેટ

રાજકોટના જેતપુરમાં પ્રેમી પંખીડાએ પ્રેમ સંબંધને અંજામ આપવા એક સાથે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. જેમાં આત્મહત્યા કરનાર બન્ને પરિણીત હોવાનું અને બન્નેને સંતાનો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે જાણો શું છે સમગ્ર વિગત. lover suicide case in Rajkot, Suicide case in Thanagalor, Suicide rate in Gujarat

કાકા ભત્રીજી હોવાથી લગ્ન શક્ય ન હતા, બંને લોકોએ ઝેર ગટગટાવ્યું
કાકા ભત્રીજી હોવાથી લગ્ન શક્ય ન હતા, બંને લોકોએ ઝેર ગટગટાવ્યું

By

Published : Sep 1, 2022, 9:26 AM IST

રાજકોટ જેતપુરમાં આવેલા સુરવો ડેમ પાસે વડીયાના મોરવાળા ગામમાં એક સંતાનોની માતાએ પોતાના પ્રેમી સાથે પ્રેમસંબંધને અંજામ આપવા પરિણીત પ્રેમી સાથે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. એક સાથે બન્નેએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકની અંદર ભારે ચકચાર (Suicide case in Jetpur) મચી જવા પામ્યો છે, ત્યારે આ બન્ને પ્રેમી પંખીડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં આ ઘટના અંગેની જાણ થતા જ જેતપુર તાલુકા પોલીસ પણ દોડી આવી હતી.

પ્રેમસંબંધમાં પરણિત પુરૂષ અને મહિલાએ એક સાથે જીવન ટુંકાવ્યું

સુરવો ડેમ પાસે મૃતદેહ જેતપુર તાલુકામાં બનેલી આ આત્મહત્યાની ઘટના અંગેની મળતી માહિતી મુજબ જેતપુર તાલુકાના થાણાગાલોર ગામના સીમ વિસ્તારમાં આવેલા સુરવો ડેમ પાસે એક યુવક અને યુવતીનો મૃતદેહ પડ્યો હોવાની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના અંગેની જાણ થતા તુરંત જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોની ઓળખ કરતા વિગતો સામે આવી હતી કે મૃતક યુવકનુ નામ શૈલેષ મકવાણા(30 વર્ષિય) અને યુવતીનું નામ કિંજલ મકવાણા (27 વર્ષિય) હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે બન્નેના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રેમસંબંધમાં પરણિત પુરૂષ અને મહિલાએ એક સાથે જીવન ટુંકાવ્યું

આ પણ વાંચોવ્યાજખોરોએ ફરી એક પરિવારનો વિખેરી નાખ્યો માળો

કાકા ભત્રીજી થતાં હોવાથી લગ્ન મળતી માહિતી અનુસાર મૃતક પ્રેમી પંખીડાઓ બન્ને વડીયા તાલુકાના મોરવાળા ગામના હોવાનું સામે આવ્યું છે. તેમજ બન્ને મૃતકો પરિણીત છે. જેમાં મૃતક શૈલેષ મકવાણાને સંતાનમાં એક પુત્ર તેમજ કિંજલને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ત્યારે આ અંગેની પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે કિંજલ મકવાણાના લગ્ન દેવળકી ગામ મુકામે રહેતા બીપીન ઉર્ફે પ્રવીણ સોંદરવા સાથે થયા હતા. જેમાં તેણીને લગ્ન પહેલા શૈલેષ મકવાણા સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ તેઓ દૂરના કાકા ભત્રીજી થતાં હોવાથી લગ્ન શક્ય ન હતા. આત્મહત્યા કરનાર પ્રેમી પંખીડાઓના (Uncle niece committed suicide in Jetpur) લગ્ન અલગ-અલગ જગ્યાએ થઈ ગયા હતા. પરંતુ બંને એકબીજાને ભૂલી શક્યા ન હતા. ત્યારે કિંજલ મકવાણા રિસામણે આવેલી હતી. જેના પાંચેક દિવસ પૂર્વે ફીનાઇલ ગટગટાવી લેતા તેણીને 108 મારફતે સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ લાવવામાં આવેલી હતી. જ્યાં ફરજ પરના સ્ટાફને આત્મહત્યાના જાણ કરી હતી.

આ પણ વાંચોશેઠના માનસિક ત્રાસથી મજૂર માણસ બાળકોને નિરાધાર કરતો ગયો

પ્રેમ કહાનીનો અંત આત્મહત્યા કરનાર પ્રેમીઓની પ્રેમ કહાનીનો અને જીવનનો અંત લાવવા શૈલેષ મકવાણા અને કિંજલ મકવાણા બંને પોતાના ઘરેથી નીકળી ગયા હતા. ત્યારે આત્મહત્યા કરનાર બંનેના પરિવારજનો તેમને શોધતા હતા ત્યારે આ પ્રેમી પંખીડાઓએ સાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકની અંદર ભારે ચકચાર મચી જવા પામ્યો છે, ત્યારે આ ઘટના બાદ હાલ તો આ મૃતક પુરૂષ અને મહિલા બન્નેના સંતાનો રઝળી પડ્યા છે. જેમાં કિંજલ મકવાણાના બાળકોએ માતા ખોઈ છે. તો સાથે જ શૈલેષ મકવાણાના બાળકોએ પિતા ખોયો છે, ત્યારે હાલ આ સમગ્ર બાબતે જેતપુર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. lover suicide case in Rajkot, Suicide case in Thanagalor, Suicide rate in Gujarat, lover suicide Jetpur.

ABOUT THE AUTHOR

...view details